For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવમાં ગેંગરેપની પીડિતાને જીવતી સળગાવી, બધા આરોપીની ધરપકડ

ઉન્નાવમાં ગેંગરેપની પીડિતા પર અમુક લોકોએ હુમલો કરી દીધો છે. પીડિતાને સવારના સમયે પાંચ લોકોએ કેરોસીન છાંટીને ગામની બહાર જીવતી સળગાવી દીધી.

|
Google Oneindia Gujarati News

દેશ મહિલાઓ માટે કેટલો અસુરક્ષિત થઈ ગયો છે, એ વાત એક પછી એક તેમની સામે થઈ રહેલી હિંસાઓ જણાવી રહી છે. હવે ઉત્તરપ્રદેશના ઉન્નાવમાંથી પણ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. અહીં ગેંગરેપની પીડિતા પર અમુક લોકોએ હુમલો કરી દીધો છે. પીડિતાને સવારના સમયે પાંચ લોકોએ કેરોસીન છાંટીને ગામની બહાર જીવતી સળગાવી દીધી. પીડિતાની ઉંમર 20 વર્ષ જણાવવામાં આવી રહી છે. બધા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતાએ પાંચે આરોપીઓના નામ પણ જણાવ્યા

પીડિતાએ પાંચે આરોપીઓના નામ પણ જણાવ્યા

પીડિતાએ પાંચે આરોપીઓના નામ પણ જણાવી દીધા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બધા આરોપીઓને પોલિસે કસ્ટડીમાં લઈ લીધા છે. પોલિસનુ કહેવુ છે કે પીડિતાને ઈલાજ માટે લખનઉની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. ઘટના ઉન્નાવના બિહાર વિસ્તારમાં બની છે. મુખ્ય આરોપીને છેલ્લે પકડી લેવામાં આવ્યો. પીડિતા 90 ટકા સુધી બળી ગઈ છે.

રેપનો કેસ નોંધાવ્યો

રેપનો કેસ નોંધાવ્યો

પીડિતાએ માર્ચમાં જ ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો. જેની સામે આ કેસ નોંધાવ્યો હતો તેમણે જ પોતાના સાથીઓ સાથે મળીને તેના પર હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પીડિતાને જામીન પર છૂટીને આવેલા બે આરોપીઓએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને જીવતી સળગાવી છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે સરકાર ઝૂકી, SITની રચના કરાશે, વિદ્યાર્થીઓએ ગણાવી લોલીપોપઆ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે સરકાર ઝૂકી, SITની રચના કરાશે, વિદ્યાર્થીઓએ ગણાવી લોલીપોપ

હાલત ગંભીર

હાલત ગંભીર

પીડિતાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ગંભીર હાલતને જોતા ડૉક્ટરોએ લખનઉના ટ્રોમા સેન્ટરમાં રેફર કરી દેવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ યુવતી સાથે રેપ થયો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા હતા. આ કેસમાં આજે યુવતી કોર્ટમાં જઈ રહી હતી.

લખનઉ ટ્રોમા સેન્ટર રેફર

લખનઉ ટ્રોમા સેન્ટર રેફર

માહિતી મુજબ સવારે છ વાગ્યાની આસપાસ ગામની બહાર ખેતરમાં બંને આરોપી અને તેના ત્રણ સાથીઓએ તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી છે. સૂચના મળતા જ ગામમાં ઉહાપોહ થઈ ગયો. પીડિતાને જિલ્લા હોસ્પિટલથી લખનઉ ટ્રોમા સેન્ટર રેફર કરવામાં આવી છે.

મુખ્ય આરોપીની પણ ધરપકડ

મુખ્ય આરોપીની પણ ધરપકડ

ઘટનાના મુખ્ય આરોપી શિવમ ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ દરમિયાન પોલિસની કાર્યપ્રણાલી પર પણ સવાલ ઉઠવવામાં આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે છેવટે પીડિતાને સુરક્ષા કેમ નથી આપવામાં આવી. આરોપી આટલા બિન્દાસ છે કે જેલમાંથી તેમને ત્રણ દિવસ બાદ જ જામીન મળી ગયા અને તેમણે પીડિતાને જીવતી સળગાવી દીધી. પીડિતાએ ગંભીર હાલતમાં બધા આરોપીઓના નામ જણાવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ ઘટનાનો વિરોધ કર્યો

પ્રિયંકા ગાંધીએ ઘટનાનો વિરોધ કર્યો

પ્રિયંકા ગાંધીએ ઘટનાનો વિરોધ કરીને ટ્વીટ કર્યુ છે, કાલે દેશના ગૃહમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાફ સાફ જૂઠ બોલ્યા કે યુપીનો કાયદો વ્યવસ્થા સારી થઈ ચૂકી છે. રોજ આવી ઘટનાઓ જોઈને મનમાં રોષ થાય છે. ભાજપ નેતાઓએ પણ હવે નકલી પ્રચારમાંથી બહાર નીકળવુ જોઈએ.

English summary
hyderabad like incident happened in uttar pradesh unnao, gangrape victim burnt alive by five man.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X