બ્લાસ્ટ વખતે તમામ CCTV કેમેરા ચાલુ હતા: કમિશ્નરનો ખુલાસો

hyderabad blast
હૈદરાબાદ, 23 ફેબ્રુઆરી: હૈદરાબાદમાં ગુરુવારે થયેલા બ્લાસ્ટના પગલે આજે પોલીસ કમિશ્નર અનુરાગ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે બ્લાસ્ટ મામલે હજી કોઇની ધરપકડ થઇ નથી તેમજ આ કેસની તપાસ માટે 6 વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

કમિશ્નરે બ્લાસ્ટના પગલે વધુ માહિતી આપતા જણાવ્યું કે બ્લાસ્ટ દરમિયાન સીસીટીવી કેમેરા ચાલુ જ હતા. હૈદરાબાદમાં 265 સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આતંકીઓએ 4 સ્થળે રેકી કરી હતી, અને તેમને ઝડપથી પકડી લેવામાં આવશે. ઉપરાંત તેમણે આ મામલે જાણકારી આપનારને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી.

તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ એસઆઇટીને સોંપાવામાં આવી છે, તેમણે જણાવ્યું કે ક્રાઇમબ્રાંચના વડા સીટના વડા રહેશે. કમિશ્નરે લોકોને આશ્વાસન આપ્યુ છે કે ઝડપથી આ ઘટનાને અંજામ આપનારોને પકડી પાડવામાં આવશે.

કમિશ્નરે જણાવ્યું કે એફએસએલની ટીમને ઘટના સ્થળેથી પૂરતા પૂરાવા મળ્યા છે, તપાસ ચાલુ છે. તેમણે જણાવ્યું વિસ્ફોટ કરવામાં આતંકીઓએ એમોનિયમ નાઇટ્રેટ અને આઇઇડીનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસ કમિશ્નરે એ વાતની ખરાઇ કરી હતી કે તેમને 15 ફેબ્રુઆરીના રોજ એલર્ટ મળ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X