For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ એનકાઉન્ટરઃ આરોપીઓના એનકાઉન્ટર બાદ પીડિતાના પિતા બોલ્યા હવે મળી દીકરીના આત્માને શાંતિ

શુક્રવારે મોડી રાતે ત્રણ વાગે પોલિસે એનકાઉન્ટરમાં ગેંગરેપ આરોપીઓને ઠાર મારી દીધા છે. પીડિતાના પિતાએ આ એનકાઉન્ટર વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

શુક્રવારની સવારે જ્યારે આખો દેશ ઉઠ્યો તો સમાચાર મળ્યા કે 26 વર્ષની ડૉક્ટરના ગેંગરેપ અને નિર્દયતાથી તેની હત્યા કરનાર ચારે આરોપીઓને એનકાઉન્ટરમાં ઠાર મારી દીધા છે. છેલ્લા 10 દિવસથી આ કેસથી દેશભરમાં બધાનુ લોહી ઉકળી રહ્યુ હતુ. દરેક જણ ગુસ્સામાં હતા અને આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી રહ્યા હતા. આ સમાચાર વિશે પીડિતાના પિતા અને તેમના પરિવારને પણ જ્યારે માલુમ પડ્યુ તો તેમણે પોલિસનો આભાર માન્યો. શુક્રવારે મોડી રાતે ત્રણ વાગે પોલિસે એનકાઉન્ટરમાં આરોપીઓને ઠાર મારી દીધા છે.

પોલિસેને કહ્યુ થેંક્યુ

પોલિસેને કહ્યુ થેંક્યુ

પીડિતાના પિતાએ આ એનકાઉન્ટર વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ, ‘મારી દીકરીને મરે 10 દિવસ થઈ ચૂક્યા છે. હું પોલિસ અને સરકારનો આ માટે આભાર માનુ છુ. હવે મારી દીકરીના આત્માને શાંતિ મળશે.' પીડિતાનો પરિવાર પોલિસ તરફથી શરૂઆતમાં વિલંબથી થયેલી એક્શન માટે ઘણો નારાજ હતો. ક્યાંકને ક્યાંક આ સમાચારથી તેમને જરૂર ખુશી મળી હશે. પોલિસે ગુનાના 48 કલાકની અંદર જ આને અંજામ આપનારાને પકડી લીધા હતા.

શું થયુ હતુ એ રાતે

શું થયુ હતુ એ રાતે

બુધવારે 27 નવેમ્બરની રાતે લગભગ 9 વાગીને 15 મિનિટે જ્યારે પીડિતા પોતાની સ્કૂટી લેવા માટે પાછઈ આવી તો એ વખતે મુખ્ય આરોપી આરિફ પોતાના ટ્રકમાંથી બહાર આવ્યો. તેણે જણાવ્યુ કે તેની સ્કૂટીમાં પંક્ચર છે. ત્યારબાદ તેણે તેની રિપેરીંગ કરાવી આપવાની ઑફર કરી. આરિફે ત્યારબાદ ક્લીનર શિવાને સ્કૂટી રિપેર કરાવવા માટે મોકલ્યો. એ સમયે જ પીડિતાએ પોતાની બહેનને કૉલ કર્યો અને કહ્યુ કે તેને ડર લાગી રહ્યો છે. આરિફે ત્યારબાદ ક્લીનર શિવાને સ્કૂટીના રિપેરીંગ માટે મોકલ્યો. એ વખતે પીડિતાએ પોતાની બહેને કૉલ કર્યો અને કહ્યુ કે તેને ખૂબ જ ડર લાગી રહ્યો છે.

આ પણ વાંચોઃ હૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપીઆ પણ વાંચોઃ હૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી

કમ્પાઉન્ડમાં કર્યો બળાત્કાર, પેટ્રોલ પંપ પર લોકોને થઈ શંકા

કમ્પાઉન્ડમાં કર્યો બળાત્કાર, પેટ્રોલ પંપ પર લોકોને થઈ શંકા

15 મિનિટના ફોન કૉલ બાદ લગભગ 9 વાગીને 40 મિનિટે તેનો ફોન સ્વીચ ઑફ થઈ ગયો. ત્યારબાદ આરિફે નવીન અને ચિન્નાકેશવાલ્લુ તેને બળજબરીથી નજીકના કમ્પાઉન્ડમાં લઈ ગયા અને અહીં તેનો બળાત્કાર કર્યો. પીડિતાના મોત બાદ આરિફે તેનુ શબ ધાબળામાં લપેટીને ટ્રકની કેબિનમાં રાખી દીધુ. પોલિસના જણાવ્યા મુજબ ટ્રક લગભગ 10 વાગીને આઠ મિનિટે ટોલ ગેટમાંથી નીકળી હતી. 10.33 મિનિટે શાદનગર તરફ આગળ વધી હતી. રાતે લગભગ એક વાગે આરોપી એસઆર પેટ્રોલ પંપ પર રોકાયા હતા. પેટ્રોલ પંપ પર જે લોકો હતા તેમને આમના પર શંકા ગઈ હતી. આના કારણે તેમને પેટ્રોલ આપવાની ના પાડી દીધી હતી.

પેટ્રોલ પંપ પર હાજર લોકો બન્યા સાક્ષી

પેટ્રોલ પંપ પર હાજર લોકો બન્યા સાક્ષી

ત્યારબાદ તેમણે કોથુર પાસે ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપમાંથી ફ્યુઅલ ખરીદ્યુ. સાથે જ એક બોટલમાં પણ પેટ્રોલ ભરાવ્યુ. ત્યારબાદ આરોપી યુટર્ન લઈને અંડરપાસ પાસે આવ્યા અને ટ્રક પાર્ક કર્યા પાદ આ બધા અહીંથી નીકળી ગયા અને કોથુર પાસે સ્કૂટી મૂકી અને આરામઘર જંક્શન ગયા. અહીંથી ચારે અલગ અલગ થઈ ગયા. આરિફે ટ્રકનો સામાન ડિલીવર કર્યો. ટોલ ગેટ પરથી મળેલા સીસીટીવી ફૂટેજ, પેટ્રોલ પંપ અને જે રસ્તા લેવામાં આવ્યા તેનાથી આ કેસમાં સૌથી મહત્વના સુરાગ માનવામાં આવ્યા.

English summary
Hyderabad Vet Doctor gangrape: Victim's father says after the encounter now my daughter's soul must be at peace.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X