For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદઃમહિલા ડૉક્ટરનો તેની બહેનને છેલ્લો કૉલ, 'મારી સાથે વાત કરતી રહે, મને ડર લાગે છે..'

મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને ત્યારબાદ તેની નિર્મમ હત્યાના કેસમાં સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. વળી, આ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાનામાં મહિલા ડૉક્ટર સાથે થયેલી હેવાનિયતથી આખો દેશ ગુસ્સામાં છે. જે રીતે મહિલા પશુ ચિકિત્સક સાથે ગેંગરેપ અને પછી સળગાવીને તેની હત્યા કરી દેવામાં આવી તે બાદથી આરોપીઓને ફાંસી આપવાની માંગ ઝડપથી ઉઠવા લાગી છે. સંસદથી લઈને દેશના દરેક ખૂણેથી દોષિતે ફાંસી આપવાની માંગ ઉઠી રહી છે. ગેંગરેપની વધતી ઘટનાઓથી દરેક જણ ભયભીત છે અને આવા જધન્ય ગુનામાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને ત્યારબાદ તેની નિર્મમ હત્યાના કેસમાં સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. વળી, આ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.

‘મારી સાથે વાત કરતી રહે'

‘મારી સાથે વાત કરતી રહે'

26 વર્ષની મહિલા ડૉક્ટર હૈદરાબાદ સ્થિત પોતાના ઘરેથી સવારે 5.30 વાગે નીકળી હતી. છેલ્લી વાર મહિલા ડૉક્ટરની પોતાના પરિવાર સાથે રાતે 9.22 કલાકે વાત થઈ હતી જ્યારે તેણે પોતાની બહેનને ટોલ પ્લાઝા પરથી કૉલ કર્યો હતો અને જણાવ્યુ હતુ, ‘મને બહુ ડર લાગી રહ્યો છે. મારા સ્કૂટીમાં પંક્ચર પડી ગયુ છે. અમુક લોકો મારી મદદ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ એ લોકો શંકાશીલ લાગી રહ્યા છે. તુ મારી સાથે વાત કરતી રહે.' ફોન કાપવાની થોડી મિનિટ પહેલા પોતાની બહેન સાથે ડૉક્ટરની આ છેલ્લી વાત હતી.

થોડી વાર પછી બંધ થઈ ચૂક્યો હતો ફોન

થોડી વાર પછી બંધ થઈ ચૂક્યો હતો ફોન

જ્યારે બહેને ફરીથી વાત કરવા માટે 9.45 વાગે ફોન લગાવવાની કોશિશ કરી ત્યારે ડૉક્ટરનો ફોન બંધ હતો. ત્યારબાદ બહેને તરત જ ભાગીને નજીકના પોલિસ સ્ટેશનમાં ગઈ પરંતુ ફરજ પર તૈનાત પોલિસકર્મીઓ જણાવ્યુ કે ટોલ પ્લાઝા તેમના અધિકાર ક્ષેત્રમાં નથી આવતુ. પરિવારનો આરોપ છે કે પોલિસકર્મીઓએ કહ્યુ હતુ કે કદાચ તે પોતાના પ્રેમી સાથે હશે અને એ પણ પૂછ્યુ કે શું કોઈ લવ અફેર તો નહોતુને.

આ પણ વાંચોઃ નાસાને મળી મોટી સફળતા, ગાયબ વિક્રમ લેંડર મળ્યુ, જારી કર્યો ફોટોઆ પણ વાંચોઃ નાસાને મળી મોટી સફળતા, ગાયબ વિક્રમ લેંડર મળ્યુ, જારી કર્યો ફોટો

દૂધવાળાએ સૌથી પહેલા જોયુ હતુ શબ

દૂધવાળાએ સૌથી પહેલા જોયુ હતુ શબ

28 નવેમ્બરના રોજ સવારે 5 વાગે ચટનપલ્લી ગામનો એક દૂધવાળો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અંડરપાસની બીજી તરફ કંઈક સળગતુ જોયુ હતુ. તેણે પહેલા તેને તાપણુ લાગ્યુ અને તે ત્યાંથી જતો રહ્યો. પરંતુ જ્યારે પાછો આવ્યો ત્યારે પણ ત્યાં કંઈક સળગતુ જોતા તેને શંકા ગઈ. નજીક જઈને તેણે જોયુ તો કોઈ વ્યક્તિનો હાથ આગમાં સળગી રહ્યો હતો. તેણે પોતાના મોબાઈલ ફોનથી પોલિસને ફોન કર્યો. એ વખતે શાદનગર પોલિસ સ્ટેશનના અધિકાર પહેલેથી જ એક ગાયબ વ્યક્તિની શોધ કરી રહ્યા હતા.

ગેંગરેપ બાદ હત્યાની ઘટના બાદ આખો દેશ ગુસ્સામાં

ગેંગરેપ બાદ હત્યાની ઘટના બાદ આખો દેશ ગુસ્સામાં

રાતે લગભગ 3.10 વાગે પરિવારવાળા છેવટે શાદનગર પોલિસ સ્ટેશનમાં ગાયબ થવાની ફરિયાદ નોંધાવવામાં સફળ થયા હતા. ઘટનાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ કલાકો હતા. રાતે 9.45 વાગ્યાથી 10.30 વાગ્યા વચ્ચે મહિલા સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને નહેરુ-ઓઆરઆર ટોલ પ્લાઝાથી થોડા અંતરે હત્યા કરી દેવામાં આવી. કથિત રીતે અમુક કલાકો પહેલા જ ઘટનાને અંજામ આપવાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. તપાસમાં સામે આવ્યુ છે કે ગેંગરેપ અને પછી હત્યા બાદ ડૉક્ટરને અંડરપાસની નીચે સળગાવી દીધા બાદ ભાગી ગયેલા આરોપી ત્યાં પાછા આવ્યા હતા. તે એ ચેક કરવા માટે આવ્યા હતા કે શબ બરાબર સળગી ગયુ કે નહિ અને ઘટના સ્થળે કોઈ પુરાવા રહી ના ગયા હોય.

English summary
hyderabad vets last call to her sister, says keep talking to me
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X