બાહુબલી 2નો ક્રેઝ, ટિકિટ માટે લાગી 3 કિમી લાંબી લાઇન

Written By:
Subscribe to Oneindia News

28 એપ્રિલના રોજ બાહુબલી 2 રિલીઝ થઇ રહી છે. લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ માટે બુધવારના રોજથી થિયેટરના શો હાઉસફુલ જોવા મળી રહ્યાં છે. તો વળી, કેટલાક શહેરોમા આ ફિલ્મની ટિકિટ લેવા માટે થિયેટરની બહાર લાંબી લાઇન લાગેલી જોવા મળી છે.

baahubali 2

સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ પાછળ લોકો કેટલા પાગલ છે, એની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. હૈદ્રાબાદ શહેરના આ વીડિયોમાં બાહુબલી 2ની ટિકિટ માટે લોકો લાંબી લાઇન લગાવીને ઊભેલા જોવા મળે છે. સવારે 7 વાગે શૂટ થયેલ આ વીડિયોમાં લોકોની 3 કિમી લાંબી લાઇન જોવા મળી હતી.

English summary
Hyderabad: 3 km long queue outside the theater for the tickets of Baahubali 2.
Please Wait while comments are loading...