For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો પરપોટો ટૂંક સમયમાં ફૂટી જશે: કપિલ સિબ્બલ

|
Google Oneindia Gujarati News

kapil
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: કોંગ્રેસે મંગળવારે એ વાતને રદિયો આપ્યો કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં તેમને કોઇપણ પ્રકારનો પડકાર આપશે. કોંગ્રેસે જણાવ્યું કે મોદીને લઇને જે 'ગુબ્બારો' તૈયાર કરવામાં આવ્યો છે, તે જલદી ફૂટી જવાનો છે.

એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીની સાથેની વાતચીતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાનૂન મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું કે 'સામાન્ય રીતે પ્રકૃતિના નિયમ અનુસાર જે ઊંચાઇ પર જાય છે, તેને નીચે પણ આવવું પડે છે અને જે ઝડપથી આગળ વધે છે, તે ઝડપથી નીચે પણ પડે છે.' સિબ્બલને એવો પ્રશ્ન પૂછાયો હતો કે નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતાથી શું કોંગ્રેસ ભયભીત છે.

સિબ્બલે જણાવ્યું કે 'જ્યાં સુધી મોદીની વાત છે, મને લાગે નથી ખબર કે પ્રકૃતિનો નિયમ કેવી રીતે કામ કરશે.' ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે વાત કરતા સિબ્બલે જણાવ્યું કે 'ક્યારેક-ક્યારેક બધા પરપોટા ફૂટી જાય છે. આ પરપોટો પણ ફૂટી જશે.' સિબ્બલે જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે મોદીનો પરપોટો સામાન્ય ચૂંટણી પહેલા ફૂટી જશે.

English summary
The Narendra Modi bubble will burst predicts senior Congress leader and union law minster Kapil Sibal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X