For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામદેવ સાથે હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું: દિગ્વિજય

|
Google Oneindia Gujarati News

છિન્દવાડા, 11 ઓક્ટોબર: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે યોગ ગુરુ બાબા રામદેવને પડકાર આપતા જણાવ્યું છે કે જે વિષય પર તે ઇચ્છે, તેમની સાથે ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

સિંહે ગઇકાલે અત્રે હવાઇમથક પર પત્રકારો સાથે વાતચિતમાં જણાવ્યું કે 'રામદેવ જ્યા એકબાજુ ભાજપાનો પ્રચાર કરી રહ્યું છે, જ્યારે પોતાના યોગ શિબિરોમાં મારી પર પણ આરોપો લગાવે છે, તેઓ ઇચ્છે તો મારી સાથે કોઇપણ ખુલ્લા મંચ પર કોઇપણ વિષય પર ચર્ચા-વિચારણા કરી શકે છે'

એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે જો રાદેવ મધ્ય પ્રદેશમાં આવીને ભાજપાના પક્ષમાં પ્રચારનું કામ કરે છે, તો તેઓ તેનું વોટબેંક બગાડશે.

તેઓ આજે હોશંગાબાદ અને નરસિંહપુરમાં કોંગ્રેસની પરિવર્તન રેલી બાદ હેલિકોપ્ટરથી ભોપાલ જવા માટે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અજય સિંહ અને પ્રદેશ અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયાની સાથે અત્રે આવ્યા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી એક અન્ય વિશેષ વિમાનથી અત્રેથી દિલ્હી જવા માટે રવાના થઇ ગયા.

digvijay singh
આ અવસરે પત્રકારોના સવાલોના જવાબમાં વિપક્ષના નેતા અજયે જણાવ્યું કે પ્રદેશમાં સત્તા પરિવર્તનની લહેર ચાલી રહી છે. ભાજપા સરકાર જનતા નાખુશ છે અને 25 નવેમ્બરના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણી બાદ ચોક્કસ અત્રે કોંગ્રેસની સરકાર બનશે.

હવાઇમથક પર પોતાના નેતાઓને મળવા પહોંચેલા કોંગ્રેસ વિધાયક દીપક સક્સેના અને અન્ય પાર્ટી પદાધિકારીઓ, નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ દળે બહાર જ રોકી લીધા, જેની પર તેમની પોલીસ અધિકારીઓ અને કર્મચારિઓ સાથે ખૂબ જ વાદ વિવાદ થયો. વિધાયક સક્સેનાએ જણાવ્યું કે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓના દુર્વ્યવહારની ફરિયાદ ચૂંટણી પંચને કરશે.

English summary
I am ready to do discussion with baba Ramdev on every issue and everywhere : Digvijay singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X