દેશની રાજનીતિનો સૌથી નાની ઉમરનો અડવાણી છું: કુમાર વિશ્વાસ

Posted By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસનું દર્દ ફરી બહાર આવ્યું. કવિ સંમેલન મંચને તેમને રાજનીતિ મંચ ગણાવીને કહ્યું કે દેશની રાજનીતિનો સૌથી નાની ઉમરનો અડવાણી છું. આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ ગુરુવારની રાત્રે શિવદુલારી ડિગ્રી કોલેજમાં કવિ સંમેલન યોજવામાં આવ્યો હતો તેમાં ભાગ લેવા આવ્યા હતા.

kumar vishwas

દેશની રાજનીતિનો સૌથી નાની ઉમરનો અડવાણી

ગુરુવારની રાત્રે શિવદુલારી ડિગ્રી કોલેજમાં કવિ સંમેલનમાં કુમાર વિશ્વાસ ઘ્વારા ગીતો ઓછા અને રાજનીતિ વાતો વધુ સંભળાવવામાં આવી. તેમને અમેઠીના લોકોને કહ્યું કે મારુ એટલે પણ સમ્માન કરવું જોઈએ કારણકે હું દેશની રાજનીતિનો સૌથી નાની ઉમરનો અડવાણી છું. તેમને કહ્યું કે કોઈ બીજો કહે તે પહેલા હું જ જણાવી દવ.

કુમાર વિશ્વાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ નિશાનમાં રાખ્યા અને કહ્યું કે નીરવ મોદી પૈસા લઈને ભાગી ગયો અને લોકો બિચારા મોદીજી ને ગાળો આપી રહ્યા છે. પ્રધાનમંત્રી જી માટે અજીબ અજીબ પ્રકારની વાતો કરી રહ્યા છે. આ ખોટી બાબત છે. પ્રધાનમંત્રી જી બિચારા આપણા 15 લાખ રૂપિયા આપવા માટે પૈસા ભેગા કરે છે અને કોઈને કોઈ લઈને ભાગી જાય છે. તેઓ ઘણા વર્ષોથી પૈસા જોડી રહ્યા છે પરંતુ પૈસા ભેગા જ નથી થઇ રહ્યા. કુમાર વિશ્વાસે કહ્યું કે પાછલી વખતે પૈસા ભેગા કર્યા તો માલ્યા લઈને ભાગી ગયો અને આ વખતે નીરવ મોદી અને આપણે રાહ જોઈએ છે કે 15 લાખ રૂપિયા પાછા આવે.

English summary
I am the youngest advani in the country politics says kumar vishwas

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.