'હું શિશ ઝૂકાવીને મારા આરાધ્ય દેવની માફી માંગુ છુ', છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટવા પર પાલઘરમાં બોલ્યા પીએમ મોદી
PM Modi Apologize: મહારાષ્ટ્રના ચિત્રદુર્ગમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. પાલઘરમાં એક રેલીમાં જનમેદનીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી જવા બદલ માફી માંગી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાલઘરમાં તેમના ભાષણ દરમિયાન સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું, "છત્રપતિ શિવાજી મહારાજ આપણા માટે માત્ર એક નામ નથી, તેઓ મારા ભગવાન છે અને આજે હું શિશ ઝૂકાવીને મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગું છું.

પીએમ મોદીએ કહ્યું કે આપણા મૂલ્યો અલગ છે, આપણે એવા લોકો નથી જેઓ ભારત માતાના મહાન સપૂત, મહારાષ્ટ્રની બહાદુર ભૂમિના પનોતા પુત્ર વીર સાવરકરને ગાળો દેતા રહે અને અપમાન કરતા રહે છે. વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ વીર સાવરકરને અપશબ્દો બોલ્યા બાદ માફી માંગવા તૈયાર નથી પરંતુ તેઓ કોર્ટમાં જઈને લડાઈ કરવા તૈયાર છે. પરંતુ આપણા મૂલ્યો એવા નથી, આજે હું ફરી એકવાર માથું નમાવીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી જવા બદલ માફી માંગું છું.
પીએમ મોદીએ કહ્યું કે, "2013માં ભાજપે મને વડાપ્રધાન પદનો ઉમેદવાર બનાવ્યો. સૌથી પહેલા મેં રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની સામે ભક્ત તરીકે બેસીને એક નવી યાત્રા શરૂ કરી હતી."












Click it and Unblock the Notifications
