For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેં 2009માં કેબિનેટ રચના અંગે એ રાજા સાથે ચર્ચા કરી હતી : નીરા રાડિયા

|
Google Oneindia Gujarati News

nira-radia
નવી દિલ્હી, 19 જુલાઇ : પૂર્વ કોર્પોરેટ લોબિસ્‍ટ નીરા રાડિયાએ અદાલતમાં સૌની ઉંઘ હરામ કરે તેવો સ્‍વીકાર કર્યો છે. રાડિયાએ કબૂલ્યું છે કે તેમણે વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી પછી કેબીનેટની રચના બાબતે પૂર્વ સંચાર મંત્રી એ રાજા અને ડીએમકે સાંસદ કનીમોજી સાથે વાતચીત કરી હતી.

રાડિયાએ કોર્ટમાં જણાવ્‍યું કે નવેમ્‍બર 2008માં તેમણે રતન ટાટા તરફથી એ રાજા સાથે તેમના ઘર પર બનેલી ઓફિસમાં મુલાકાત કરી હતી. નીરા રાડિયાએ જણાવ્‍યું છે કે નવેમ્‍બર 2007માં રતન ટાટાએ મને ડીએમકેના સુપ્રિમો કરૂણાનીધિને આપવા માટે એક સીલબંધ કવર આપ્‍યુ હતુ તેમાં શું હતું તેની મને ખબર નથી.

રાડિયાએ સ્વાકાર કર્યો છે કે ટાટાનો પત્ર જે લોકો વચ્‍ચે આવ્‍યો તેમાં એ રાજાની લીડરશિપના વખાણ કરવામાં આવ્‍યા હતા. મેં એ દરમિયાન રાજાના તત્‍કાલિન અંગત સચિવ ચંડોલિયા સાથે પણ વાત કરી હતી. ચંડોલિયા આ કેસમાં આરોપી છે. ચંડોલિયાએ જ મને ચાર રાજયોમાં સ્‍પેકટ્રમ ફાળવણી અંગે માહિતી આપી હતી.

નીરા રાડિયાએ સ્‍પેશ્‍યલ જ્જ ઓ પી સૈની સમક્ષ જણાવ્‍યું હતું કે મેં કેબીનેટની રચના અંગે એ રાજા સાથે વાતચીત કરી હતી. મેં કનીમોજી કરૂણાનીધિ સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી. રાડિયાએ એ બાબતનો ઇન્‍કાર કર્યો છે કે એ રાજાની વિનંતીથી તમિલનાડુમાં કોલેજ કમ હોસ્‍પિટલને રતન ટાટાએ કોઇ ગ્રાન્‍ટ આપી હોય તેની મને કોઇ જાણ નહોતી. આ હોસ્‍પિટલને 50 કરોડની કોઇ ગ્રાન્‍ટ રતન ટાટાએ આપી હોય તેવું મારી જાણમાં નથી.

English summary
I discussed about cabinet formation with A Raja in 2009 : Nira Radia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X