For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારે મુખ્યમંત્રી નથી બનવું, કોંગ્રેસના બીજા ઘણા નેતાઓને બનવું છેઃ પ્રતિભા સિંહ

મારે મુખ્યમંત્રી નથી બનવું, કોંગ્રેસના બીજા ઘણા નેતાઓને બનવું છેઃ પ્રતિભા સિંહ

|
Google Oneindia Gujarati News

હિમાચલમાં આજે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, "વીરભદ્ર જીની કમી ખટકી રહી છે. લોકો આ વખતે બદલાવ ઈચ્છે છે. કોંગ્રેસ જૂની પેંશન યોજનાને લઈ ચૂંટણી મેદાનમાં છે. મોંઘવારીથી લોકો પરેશાન છે. ઘર બનાવવાથી લઈ ગેસ સિલિન્ડર સુધી બધું જ મોંઘુ થઈ ગયું છે. જીએસટી બધી જ વસ્તુઓ પર લાગી રહી છે. કોંગ્રેસની સરકારના સમયમાં પણ મોંઘવારી આવી હતી, પરંતુ ત્યારે વીરભદ્ર જીએ 100 કરોડ રૂપિયા સરકારી ખજાનામાંથી આપી લોકોને મોંઘવારીથી રાહત અપાવી હતી."

pratibha singh

હિમાચલ પ્રદેસ વિધનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન પ્રતિભા સિંહે કહ્યું, "ભાજપની જયરામ સરકાર નિષ્ફળ રહી છે. કોંગ્રેસમાં ઘણા લોકો મુખ્યમંત્રી બનવા માંગે છે. હું વધુ મહત્વકાંક્ષી નથી. જો અમે જીત્યા તો મોવળી મંડળ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ બનશે? ભાજપે મોદીજીથી લઈ આખી મશીનરી ઉતારી દીધી હતી. હિમાચલના લોકો ભણેલા-ગણેલા છે અને તેઓ મુદ્દાઓ પર વોટિંગ કરે છે. લોકોને હું અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો અને કોંગ્રેસની સરકાર બનાવો."

જણાવી દઈએ કે પ્રતિભા સિંહ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહના પત્ની છે. કોંગ્રેસે આ વખતે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જવાબદારી પ્રતિભા સિંહને સોંપી છે. વર્ષ 2021માં વીરભદ્ર સિંહનું નિધન થયું હતું.

હિમાચલમાં આજે 55 લાખથી વધુ મતદાતા 68 મતવિસ્તારોમાં 412 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો કરી રહ્યા છે. રાજ્યમાં આજે થઈ રહેલ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે સાખની લડાઈ છે. જ્યારે આમ આદમી પાર્ટીની દાવેદારીથી આ મુકાબલો થોડો દિલચસ્પ થતો જણાઈ રહ્યો છે.

English summary
I don't want to be CM, many other Congress leaders want to be: Pratibha Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X