For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મારા શરીરમાં 73 છરા છે, મારી નસોમાં ભારતીયોનું લોહી', વાંચો મેજર ડીપી સિંહની વીરગાથા

'કૌન બનેગા કરોડપતિ'ની 14મી સિઝન રવિવારની રાત્રે શરૂ થઈ ગઈ છે. શોના પહેલા એપિસોડમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

Best of Bharat People : 'કૌન બનેગા કરોડપતિ'ની 14મી સિઝન રવિવારની રાત્રે શરૂ થઈ ગઈ છે. શોના પહેલા એપિસોડમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ શોમાં મુખ્ય અતિથિ તરીકે આમિર ખાન, કારગિલ હીરો મેજર ડીપી સિંહ, આર્મી મેડલ વીરતા કર્નલ મિતાલી મધુમિતા, પદ્મ વિભૂષણ એમ. સી. મેરી કોમ અને પદ્મશ્રી સુનીલ છેત્રી પહોંચ્યા હતા.

મારા શરીરમાં 73 છરા, મારી નસોમાં ભારતીયોનું લોહી

મારા શરીરમાં 73 છરા, મારી નસોમાં ભારતીયોનું લોહી

શો દરમિયાન એવી ઘણી ક્ષણો આવી જ્યારે ત્યાં હાજર દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા, અને તેમની છાતી ગર્વથી પહોળી થઈ ગઈહતી. આ ખાસ ક્ષણોમાં એક ક્ષણ આવી હતી.

જ્યારે કારગીલના હીરો મેજર ડીપી સિંહે જણાવ્યું હતું કે, મારા શરીરમાં 73 છરા છે અને મનેખબર નથી કે, કયા હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીએ મને લોહી આપ્યું છે, પરંતુ હું ગર્વથી કહી શકું છું કે, મારી નસોમાં ભારતીયોનું લોહીછે.

'કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ મારી જેમ અંગ ગુમાવ્યું'

'કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ મારી જેમ અંગ ગુમાવ્યું'

ડીપી સિંહે જ્યારે આ વાત કહી ત્યારે ત્યાં હાજર દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ પછી મેજર સિંહે જણાવ્યું કે, 'લડાઈથી કોઈનેફાયદો નથી થતો, લડવાથી નુકસાન જ થાય છે. કોઈએ લડાઈમાં પુત્ર ગુમાવ્યો, કોઈએ ભાઈ, કોઈએ પતિ અને કોઈએ મારા જેમ અંગગુમાવ્યા છે.

આ લાશ છે, તેને શબઘરમાં લઈ જાવ

આ લાશ છે, તેને શબઘરમાં લઈ જાવ

ડીપી સિંહે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, 'ઓપરેશન વિજય દરમિયાન તેમના પર મોર્ટાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારેતેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ત્યારે તબીબોએ કહ્યું હતું કે, આ લાશ છે, તેને મોર્ચરીમાં લઈ જાવ, પરંતુ આજે લોકોના આશીર્વાદઅને ઉપરવાળાના આશીર્વાદથી હું તમારી સામે હોટ સીટ પર બેઠો છું.

'કોઈપણ સમસ્યા પ્રેમથી ઉકેલી શકાય છે'

'કોઈપણ સમસ્યા પ્રેમથી ઉકેલી શકાય છે'

ડીપી સિંહે એમ પણ જણાવ્યું હતું કે, કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર પ્રેમથી જ કાઢી શકાય છે, પરંતુ જો ક્યારેય કોઈ તમારી માતૃભૂમિ તરફઆંખ ઉંચી કરીને જોશે તો સૈનિકની ફરજ છે કે, તે પોતાના જીવની પરવા કર્યા વિના તે દુશ્મનની આંખો ફોડી નાંખે, અને મેં તે જ કર્યું.

'પ્રથમ ભારતીય બ્લેડ મેરેથોન રનર'

કારગિલ યુદ્ધમાં મેજર ડીપી સિંહે એક પગ ગુમાવ્યો હતો. બાદમાં સેનાએ તેમને બ્લેડ પ્રોસ્થેસિસ આપી, પરંતુ તેમની નબળાઈને પોતાનીતાકાત બનાવનાર મેજર ડીપી સિંહે સ્કાય ડાઈવર બનીને નવો ઈતિહાસ રચ્યો હતો. વિશ્વ તેમને પ્રથમ ભારતીય બ્લેડ મેરેથોન રનર તરીકેપણ ઓળખે છે.

આજે કરોડો લોકો માટે પ્રેરણા છે ડીપી સિંહ

ડીપી સિંહ આજે કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. તેમણે સાબિત કર્યું કે, જો ઈરાદા ઉમદા હોય, ભાવનાઓ ઊંચી હોય અને વ્યક્તિમાં હિંમતહોય તો કોઈ મુશ્કેલી તમને હરાવી શકે નહીં.

લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત પોતાનું નામ દાખલ કરનારા મેજર ડીપી સિંહે પોતાનુંસમગ્ર જીવન દેશને સમર્પિત કરી દીધું છે. તેઓ દેશના યુવાનો માટે હંમેશ પ્રરણા બની રહેશે.

English summary
'I have 73 bullets in my body, the blood of Indians in my veins', read the heroic story of Major DP Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X