એક ક્રિમિનલ પીએમ બની શકે તો હું કેમ નહીંઃ આજમ ખાં
ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી આજમ ખાં ફરી એક વખત પોતાના નિવેદનથી વિવાદમાં ઘેરાયા છે. લાજપથ ભવનમાં આયોજિત મિથઇલા મહોત્સવમાં આજમ ખાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતચિતમાં આજમ ખાંએ બિહારના લોકોનો આભાર માનતા કહ્યું કે તમે લોકોએ સારૂં કામ કર્યું કે દેશનો કચરો અને ભંગારને બહાર કાઢી ફેંક્યો.

ઉલ્લેખનીય છે કે હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઇ હતી અને મહાગઠબંધન બાજી મારી ગયું હતું.
એક સવાલના જવાબમાં આજમ ખાંએ કહ્યું હતું કે, 'જો મોદી રાજીનામું આપી દે તો હું બતાવીશ કે દેશ કેવી રીતે ચલાવી શકાય. જ્યારે ગૂગલની ટૉપ 10 ક્રિમીનલની યાદીમાં સામેલ હોય તે દેશનો રાજા બની શકે તો હું કેમ નહીં?'
કેજરીવાલની ઓફિસ પર સીબીઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડા મામલે આજમ ખાંએ કેજરીવાલનો પક્ષ લીધો હતો અને કહ્યું હતું કે સીબીઆઇએ પોતાના પદનો ખોટો ઇસ્તેમાલ કર્યો છે. છાપો મારતા પહેલાં કેજરીવાલને જાણકારી આપવી જોઇતી હતી. સાથે જ બદલાની રાજનીતિ રમાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
