ભારત બંધ પહેલા કૃષિ મંત્રીની અપીલ - આંદોલન છોડીને વાતચીતનો રસ્તો અપનાવે ખેડૂતો

કૃષિ મંત્રીએ કહ્યુ કે ખેડૂતોને હું આગ્રહ કરુ છુ કે તે આંદોલન છોડીને વાતચીતનો રસ્તો અપનાવે.

નવી દિલ્લીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાલમાં મધ્ય પ્રદેશના પ્રવાસ પર છે. ત્યાં મીડિયાએ તેમને ખેડૂત આંદોલનને લઈને સવાલ પૂછ્યો જેના પર તેમણે કહ્યુ કે ખેડૂતોને હું આગ્રહ કરુ છુ કે તે આંદોલન છોડીને વાતચીતનો રસ્તો અપનાવે. સરકાર તેમના દ્વારા જણાવવામાં આવેલી મુશ્કેલીઓ પર વિચાર કરવા માટે તૈયાર છે. આ પહેલા પણ ઘણી વાર વાતચીત થઈ ચૂકી છે પરંતુ હજુ પણ તેમને લાગે છે કે કોઈ વાત બાકી છે, તો સરકાર વાત જરૂર કરશે.

narendra singh tomar

વળી, બીજી તરફ નવા કૃષિ કાયદાઓ સામે પ્રદર્શન ચાલુ છે. હવે સંયુક્ત ખેડૂત મોરચો(એસકેએમ)ના નેતૃત્વ હેઠળ 40 ખેડૂત સંગઠનોને આજે(27 સપ્ટેમ્બર)ના રોજ ભારત બંધનુ આહ્વાન કર્યુ છે. જે હેઠળ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પ્રદર્શન થશે. આ બંધને અખિલ ભારતીય બેંક અધિકારી પરિસંઘ(એઆઈબીઓસી)એ પણ સમર્થન આપ્યુ છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે બેંકો આજે કામ નહિ કરે. સંયુક્ત મોરચા એસકેએમના જણાવ્યા મુજબ ભારત બંધમાં શ્રમિક સંઘો, ટ્રેડ યુનિયનો, કર્મચારીઓ, છાત્ર સંઘો, મહિલા સંગઠનો અને ટ્રાન્સપોર્ટરોના સંઘોને પણ શામેલ કરવામાં આવી રહ્યા છે.

વિપક્ષનો મળી રહ્યો છે સાથ

ખેડૂત સંગઠન સરકાર પર દબાણ કરવા માંગે છે જેના કારણે તેમને વિપક્ષનો પણ પૂરો સાથ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના ભારત બંધનુ સમર્થન કર્યુ છે. સાથે જ આપ સાંસદ સંજય સિંહે રવિવારે રાકેશ ટિકેત સાથે મુલાકાત કરી. આમ આદમી પાર્ટીએ કહ્યુ કે તેના કાર્યકર્તા ખેડૂતો સાથે પૂરી લડાઈ લડશે. સાથે જ કોશિશ કરશે કે ભારત બંધ સંપૂર્ણપણે સફળ થાય. તેમની પાર્ટી યુપી, ઉત્તરાખંડ, પંજાબની આગામી ચૂંટણીમાં આ મુદ્દો જોર-શોરથી ઉઠાવશે. પહેલા પણ ઘણી વાર સીએમ કેજરીવાલ ખેડૂતોને મળી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X