For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદા પર ઓવૈસીએ ફરીથી આપ્યુ નિવેદન, ‘મને મારી મસ્જિદ પાછી...'

અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદથી જ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી રાજકીય નિવેદન આપી રહ્યા છે. હવે તેમણે એક વાર ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદથી જ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી રાજકીય નિવેદન આપી રહ્યા છે. હવે તેમણે એક વાર ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે, 'મને મારી મસ્જિદ પાછી જોઈએ.'

અમે પણ ચુકાદાથી સંમત નથી

અમે પણ ચુકાદાથી સંમત નથી

આ પહેલા જ્યારે 9 નવેમ્બરે કોર્ટનો ચુકાદો આવ્યો હતો ત્યારે ઓવૈસીએ કહ્યુ હતુ કે ‘મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની જેમ અમે પણ ચુકાદાથી સંમત નથી, કોર્ટથી પણ ભૂલ થઈ શકે છે. જેમણે બાબરી મસ્જિદને પાડી, તેમને ટ્રસ્ટ બનાવે રામ મંદિર બનાવવાનુ કામ આપવામાં આવ્યુ છે.'

જમીનને ગણાવી ખૈરાત

જમીનને ગણાવી ખૈરાત

ઓવૈસીએ એ વખતે કહ્યુ હતુ, ‘જો ત્યાં મસ્જિદ હોત તો સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપત. આ કાયદાની વિરુદ્ધ છે. બાબરી મસ્જિદ ના પાડતા તો ચુકાદો શું આવતો. અમને હિંદુસ્તાનના બંધારણ પર ભરોસો છે, અમે પોતાના અધિકાર માટે લડી રહ્યા હતા, પાંચ એકર જમીનની ખૈરાતની અમને જરૂર નથી.'

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિર જતી મહિલાઓને નહિ મળે કોઈ સુરક્ષા, કોર્ટનો ઑર્ડર લાવે તૃપ્તિ દેસાઈઃ કેરળ સરકારઆ પણ વાંચોઃ સબરીમાલા મંદિર જતી મહિલાઓને નહિ મળે કોઈ સુરક્ષા, કોર્ટનો ઑર્ડર લાવે તૃપ્તિ દેસાઈઃ કેરળ સરકાર

શું હતો ચુકાદો

શું હતો ચુકાદો

નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. નિર્મોહી અખાડા દાવને ફગાવીને સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા હતા. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને અતાર્કિક ગણાવી દીધો. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડને બીજી કોઈ જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યા હતા કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામા ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણપ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

દહેજમાં નથી જોઈતી જમીન

દહેજમાં નથી જોઈતી જમીન

પાંચ એકર જમીન પર AIMIM પ્રવકતા વારિસ પઠાણે કહ્યુ કે, ‘તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સમ્માન કરે છે પરંતુ દહેજમાંપાંચ એકર જમીન નથી ઈચ્છતા. તેમણે કહ્યુ, અમારી લડાઈ મસ્જિદ માટે હતી, પાંચ એકર જમીન માટે નહિ. જો મને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટિ ન હોય તો બંધારણ મને મારી વાત રાખવાનો મોકો આપે છે.'

English summary
i want my masjid back said AIMIM leader Asaduddin Owaisi after ayodhya verdict.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X