For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું નીતિશ કુમાર માટે કામ નહિ કરુ, ભલે એ મારા માટે CMની ખુરશી ખાલી કરી દેઃ પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોર કે જેઓ ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બન્યા છે તેમણે કહ્યુ કે, 'હું હવે નીતિશ કુમાર માટે કામ નહિ કરુ. ભલે નીતિશ કુાર માટે માટે સીએમની ખુરશી ખાલી કરી દે.'

|
Google Oneindia Gujarati News

પટનાઃ પ્રશાંત કિશોર કે જેઓ ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બન્યા છે તેમણે કહ્યુ કે, 'હું હવે નીતિશ કુમાર માટે કામ નહિ કરુ. ભલે નીતિશ કુાર માટે માટે સીએમની ખુરશી ખાલી કરી દે.' પ્રશાંત કિશોરે કહ્યુ કે તેમણે લોકોને વચન આપ્યુ છે અને તે હવે બદલાવાનુ નથી. તમની વચ્ચે ગઈ બેઠકમાં નીતિશ કુમારના બિહારમાં એનડીએ ગઠબંધનમાંથી બહાર નીકળવા અને રાજ્યમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી બન્યા બાદ તેમને જેડીયુમાં સામેલ થવાની ઑફર આપવામાં આવી હતી.

ભલે નીતિશ કુમાર મને પોતાના રાજકીય ઉત્તરાધિકારી બનાવી દે...

ભલે નીતિશ કુમાર મને પોતાના રાજકીય ઉત્તરાધિકારી બનાવી દે...

પ્રશાંત કિશોરે કહ્યુ, 'મે સીએમ(નીતિશ કુમાર)ને સ્પષ્ટ રીતે કહ્યુ કે હું એમની સાથે કામ નહિ કરુ. ભલે તે(નીતિશ કુમાર) મને પોતાના રાજકીય ઉત્તરાધિકારી બનાવી દે કે...મારા માટે સીએમની ખુરશી ખાલી કરી દે. મે કહ્યુ કે ના, હું સાથે નથી આવવાનો. મે જનતાને વચન આપ્યુ છે. આ બદલી ના શકાય.'

'નીતિશ કુમારે મને ઘરે બોલાવ્યો હતો'

'નીતિશ કુમારે મને ઘરે બોલાવ્યો હતો'

પ્રશાંત કિશોરે પોતાની 3500 કિલોમીટર લાંબી જન સૂરા યાત્રા દરમિયાન પશ્ચિમ ચંપારણ જિલ્લાના જમુનિયા ગામમાં એક સભાને સંબોધિત કરીને આ વાતો કહી. પ્રશાંત કિશોરે યાત્રા દરમિયાન પોતાના સંબોધનમાં સતત નીતિશ કુમારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ, 'તમને બધાને મીડિયામાં આવેલા સમાચારોથી જાણવા મળ્યુ હશે કે લગભગ 10-15 દિવસ પહલા નીતિશ કુમારે મને તેમના નિવાસ સ્થાને(ઘરે) બોલાવ્યો હતો. તેમણે મને પોતાની પાર્ટીનુ નેતૃત્વ કરવા માટે કહ્યુ. મે કહ્યુ કે આ સંભવ નથી.'

'તે મને દિલ્લીમાં મળ્યા અને મદદ માટે ભીખ માંગતા...'

'તે મને દિલ્લીમાં મળ્યા અને મદદ માટે ભીખ માંગતા...'

પ્રશાંત કિશોરે કહ્યુ, '2014(લોકસભા) ચૂંટણી હાર્યા બાદ, તે(નીતિશ કુમાર) મને દિલ્લીમાં મળ્યા, મદદ માટે ભીખ માંગતા. મે 2015ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે તેમને જીતવામાં મદદ કરી. આજે ફરીથી તેમની પાસે રજૂઆત કરવાની હિંમત છે, જ્ઞાન આપી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોર 2018માં જેડીયુમાં શામેલ થયા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા પરંતુ બાદમાં નાગરિકતા સંશોધન અધિનિયમને લઈને નીતિશ કુમાર સાથે અસંમતિ બાદ તેમને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવ્યા.

પ્રશાંત કિશોરના ફંડિંગના સોર્સ પર નીતિશ કુમારે ઉઠાવ્યા હતા સવાલ

પ્રશાંત કિશોરના ફંડિંગના સોર્સ પર નીતિશ કુમારે ઉઠાવ્યા હતા સવાલ

બિહારના સીએમ નીતિશ કુમારે હાલમાં જ પ્રશાંત કિશોર પર ભાજપ તરફથી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો કારણકે જેડીયુએ તેમની યાત્રાના પાછળ પ્રશાંત કિશોરના ફંડિંગના સોર્સ પર સવાલ ઉઠાવ્યો હતો. પ્રશાંત કિશોરે આ આરોપોનુ ખંડન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે તેમનુ ફંડિંગ જાણવા માટે ઈચ્છુક લોકોને એ પણ ખબર હોવી જોઈએ કે તે ક્યારેય દલાલીમાં શામેલ થયા નથી. પ્રશાંત કિશોરે કહ્યુ, 'નેતા લાંબા સમયથી મારી પાસે ચૂંટણી જીતવા માટે સલાહ માંગી રહ્યા છે. એક રાજકીય રણનીતિકાર તરીકે મારા ટ્રેક રેકૉર્ડ માટે મીડિયાએ પ્રશંસા કરી છે. પરંતુ આ પહેલા મે ક્યારેય કોઈને મને પૈસા ઉધાર આપવા માટે નહોતુ કહ્યુ.'

English summary
I will not work with Nitish Kumar even if he vacates chair of CM for me says Prashant Kishor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X