For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરફોર્સ બદલી શક્યું હોત 1962ના યુદ્ધનું પરિણામઃ એરફોર્સ ચીફ

By Super
|
Google Oneindia Gujarati News

Air Chief browne
નવીદિલ્હી, 06 ઑક્ટોબરઃ ઇન્ડિયન એરફોર્સના ચીફ એન.એ.કે બ્રાઉને કહ્યું છે કે ચીન સાથે 1962માં થયેલા યુદ્ધમાં જો એરફોર્સને હુમલાની મંજૂરી આપવામાં આવી હોત તો પરિણામ કંઇક અલગ હોત. તેમણે કહ્યું કે, ઇન્ડિયન એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો ના હોત તો 1999માં કારગિલ યુદ્ધ વધું ત્રણ મહિના ચાલ્યું હોત.

1962ના યુદ્ધમાં એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો શું થયું હોત તેના જવાબમાં એર ચીફ માર્શલ બ્રાઉને કહ્યં કે, હા, અમને કોઇ શંકા નથી કે, જો એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પરિણામ અલગ જ હોત.

ચીન સાથે 1962માં થયેલા યુદ્ધમાં ભારતે વાયુસેનાનો ઉપયોગ કર્યો નહીં તેને લઇને સૈન્ય ઇતિહાસકારો અને વિશેષજ્ઞો વચ્ચે હજુ સુધી ચર્ચા ચાલી રહી છે અને આજ સુધી એ વાત જાણી શકાય નથી કે, તે સમયે એરફોર્સનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો નહોતો.

બ્રાઉને એરફોર્સ ડેના દિવસે કહ્યું કે, પરંતુ આ વખતે અમે વિશ્વાસ આપી શકીએ છીએ કે આ પ્રકારની મુશ્કેલી નહીં થાય. એરફોર્સ ગમે ત્યારે અગ્રણી ભૂમિકા અદા કરશે. 26 ઑક્ટોબરે એ વિષય પર એક સેમિનાર થશે કે જો એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો શું 1962નું પરિણામ અલગ હોત.

કારગિલ યુદ્ધ ખતમ કરવાનો શ્રેય લેતા તેમણે કહ્યું કે, જો ઇન્ડિયન એરફોર્સ યોગ્ય સમયે આક્રમક રીતે લડાઇમાં ના ઉતર્યું હોત તો કારગિલ યુદ્ધ વધું ત્રણ મહિના ચાલ્યું હોત, કારણ કે કપરા પહાડો પર ચઢવું અમારા યુવા જવાનો અને અધિકારીઓ માટે ઘણું કપરુ થઇ જાય છે, એરફોર્સના કારણે આ યુદ્ધ ખતમ થયું.

English summary
The outcome of the 1962 war with China would have been different had the Air Force been used in an offensive role.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X