IAS ટીના ડાબી-પ્રદીપના લગ્નના ફોટા આવ્યા સામે, ડૉ. ભીમરાવ આંબેડકરને સાક્ષી માનીને આપ્યા વચનો
રાજસ્થાન કેડરના ચર્ચિત આઈએએસ અધિકારી ટીના ડાબી આઈએએસ અધિકારી પ્રદીપ ગવાંડે સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
જયપુરઃ રાજસ્થાન કેડરના ચર્ચિત આઈએએસ અધિકારી ટીના ડાબી આઈએએસ અધિકારી પ્રદીપ ગવાંડે સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નનના ફોટા પણ સામે આવ્યા છે. જયપુરની હોટલમાં બંનેએ સાદા સમારંભમાં લગ્ન કર્યા. આ લગ્નની સૌથી ખાસ વાત એ છે કે બંનેએ બુધવારે ડૉ. ભીમરાવ આંબેડકરના સાક્ષી માનીને જીવનભર સાથે રહેવાનુ વચન આપ્યુ. બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ટીના ડાબી અને પ્રદીપના લગ્નનો પહેલો ફોટો
વાયરલ થઈ રહેલા ફોટામાં ટીના અને પ્રદીપ ગવાંડે સફેદ પોષાકમાં એકબીજા સામે ઉભેલા દેખાઈ રહ્યા છે. આ જોડીએ ગૌતમ બુદ્ધ અને ભીમરાવ આંબેડકરને સાક્ષી માનીને એકબીજાનો સાથ નિભાવવાનુ વચન આપ્યુ. સમારંભમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો રાખવામાં આવ્યો હતો. ફોટા પર પુષ્પ અર્પિત કર્યા બાદ લગ્નની રસમો કરવામાં આવી. ટીના ડાબી અને પ્રદીપ ગવાંડેનુ ત્યારબાદ રાજધાની જયપુરના બાઈસ ગોદામ સ્થિત ફેમસ હૉલિડે ઈન હોટલમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ.

જયપુરમાં રાખવામાં આવ્યુ હતુ રિસેપ્શન
રિસેપ્શનમાં બ્યૂરોક્રેસી અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. રિસેપ્શનમાં આવનારા મહેમાનો માટે રાજસ્થાની ભોજન બનાવ્યુ હતુ. જેમાં દાલબાટી, ગટ્ટા, કઢી અને ચૂરમુ પણ શામેલ હતા. સાથે જ ઘણા અન્ય પ્રકારની ડીશ પણ બનવાઈ હતી. હોટલ સ્ટાફને કડક નિર્દેશ આપવામાં આવ્યા હતા કે કોઈ ફોનનો ઉપયોગ નહિ કરે.

ટીનાએ પોતાનાથી 13 વર્ષ મોટા આઈએએસ પ્રદીપ સાથે લગ્ન કર્યા
આઈએએસ ટીના ડાબીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે પ્રદીપ ગવાંડે મહારાષ્ટ્રના લાતૂરથી છે. સિવિલ સર્વિસમાં આવતા પહેલા પ્રદીપ ડૉક્ટર હતા. તેમણે દિલ્લીની ઘણી હોસ્પિટલોમાં પોતાની સેવાઓ આપી હતી. પ્રદીપ ગવાંડેનો પરિવાર મરાઠી છે. ટીના ડાબીની માતા પણ મરાઠી છે. બંને એસસી સમાજના છે જેની ઝલક તેમના લગ્નમાં જોવા મળી. ટીનાએ પોતાનાથી 13 વર્ષ મોટા આઈએએસ પ્રદીપ સાથે લગ્ન કર્યા છે.

2018માં ટીનાએ પહેલા લગ્ન આઈએએસ અતહર આમિર ખાન સાથે કર્યા હતા
ટીનાએ પહેલા લગ્ન આઈએએસ અતહર આમિર ખાન સાથે કર્યા હતા પરંતુ 2 વર્ષ બાદ જ એ બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે 2015ની બેચની યુપીએસસી ટૉપર ટીના ડાબી અને 2013ની બેચના ડૉ. પ્રદીપ ગવાંડેની પહેલી મુલાકાત મે, 2021માં થઈ હતી, જ્યાંથી બંનેના સંબંધોની શરુઆત થઈ. પહેલા સાથે કામ કરતા-કરતા ટીના અને પ્રદીપ એક સારા દોસ્ત બન્યા અને પછી દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ.

કપલે લગ્ન પહેલા સોશિયલ મીડિયા અકાઉન્ટ કરી દીધુ હતુ ડિલીટ
ટીના ડાબી હાલમાં નાણા વિભાગમાં સંયુક્ત સચિન છે. તેમના પતિ પ્રદીપ ગવાંડે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ છે. બંનેએ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપનો ખુલાસો કર્યો હતો. રિલેશનશિપની માહિતી આપ્યાના ત્રણ દિવસ બાદ જ બંનેએ પોત-પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી દીધા હતા.












Click it and Unblock the Notifications
