For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી ચેનલોને સરકારની ચેતવણી, બાળકોના ઉત્તેજક ગીત પર ડાંસ ન દેખાડો

ટીવી ચેનલોને સરકારની ચેતવણી, બાળકોના ઉત્તેજક ગીત પર ડાંસ ન દેખાડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે રિટાલિી શોમાં બાળકોના અભદ્ર અને ઉત્તેજક રૂપને દેખાડવાને લઈ કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયે સેટેલાઈટ ટીવી ચેનલોને કહ્યુ્ં કે તેઓ બાળકોને આવા પ્રકારે ટીવી પર પ્રસ્તુત ન કરે. મંત્રાલયે જાણ્યું કે ડાંસ રિયાલિટી શોમાં અવારનવાર નાના બાળકોને એવા ડાંસ સ્ટેપ્સ કરતા જોવા મળ્યા છે જે વાસ્તવિક ફિલ્મોમાં યુવા કલાકારોએ કર્યા હોય.

ib ministry

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ પગલું હંમેશા વિચારોત્તેજક અને ઉંમરને અનુકૂળ હોય ચે. આવા પ્રકારના કૃત્યો બાળકો પર ખોટો પ્રભાવ પાડી શકે છે. મંત્રાલય તરફથી ચેનલોને જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ટીવી પર બાળકોને શોમાં એવા પ્રકારના ડાંસ મૂવ કરે છે જે વયસ્ક લોકો કરે છે.

ટીવી ચેનલોના મંત્રાલય તરફથી આપવામાં આવે એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલોને કેબલ ટીવી નેટવર્ક એક્ટ અંતર્ગત રહી કામ કરવાનું રહેશે. એક્ટ અને નિયમ મુજબ ટીવી પર કોઈએ પણ આવા પ્રકારના કાર્યક્રમ ન દેખાડવા જોઈએ જે નાના બાળકોને બદનામ કરતા હોય અથવા ખોટો પ્રભાવ નાખતા હોય.

સૂચના અને પ્રસારણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચેનલોએ આા રિયાલિટી શો અને કાર્યક્રમોમાં દેખાડતી વખતે વધુ સંયમ, સંવેદનશીલતા અને સાવધાની વરતવાની સલાહ આપવામાં આવી છે. જણાવી દઈએ કે એડવાઈઝરી તમામ પ્રાઈવેટ ખાનગી ચેનલોને જાહેર કરવામાં આવી છે જેનું પાલન કરવું અનિવાર્ય છે.

આજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે આજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે

English summary
ib ministry warns tv channels not to show indecent portrayal of kids
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X