For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Violence: મૃત IB ઑફિસર અંકિત શર્માની માએ આપ કોર્પોરેટર પર લગાવ્યો આરોપ

Delhi Violence: મૃત IB ઑફિસર અંકિત શર્માની માએ આપ કોર્પોરેટર પર લગાવ્યો આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીના વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી છે જેમાં 28 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. બુધવારે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદ બાગમાંથી આઈબી ઑફિસર અંકિત શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકિત શર્માના પરિજનોએ આમ આદમી પાર્ટીના એક સ્થાનિક નેતા તાહિર હુસૈનને તેમની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા અને આપ નેતાની ધરપકડની માંગ કરી છે. પરિજનોએ આરોપ લગાવ્યો કે પોલીસે રાતે અંકિત શર્મા લાપતા થયા હોવાની ફરિયાદ પણ નહોતી લીધી.

પરિવારનો આરોપ, પોલીસે ફરિયાદ ના લીધી

પરિવારનો આરોપ, પોલીસે ફરિયાદ ના લીધી

અંકિત શર્માનો મૃતદેહ ચાંદ બાગ વિસ્તારની એક કેનાલમાંથી મળી આવ્યો હતો. તેમના શરીર પર કેટલાય જખ્તમ હતા. આરોપ છે કે ચાંદ બાગ પુલ પાસે ભીડે અંકિત પર હુમલો કરી દીધો અને ઢોર માર મારી તેની હત્યા કરી દીધી. ઉત્ર પૂર્વી દિલ્હીમાં ભડકેલી હિંસામાં 200થી વધુ લોકો ઘાયલ છે. અંકિત શર્માની મમ્મીના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. તેઓ જણાવે છે કે પોલીસે બુધવારે સવારે પહેલી ફરિયાદ નોંધાવી. પરિવારના લોકોનો આરોપ છે કે પોલીસે અંકિત લાપતા થયા બાદ રાત્રે ફરિયાદ નહોતી લીધી.

આપ નેતા તાહિર હુસૈનને હત્યા માટે જવાબદાર ગણાવ્યા

આપ નેતા તાહિર હુસૈનને હત્યા માટે જવાબદાર ગણાવ્યા

મંગળવારે થયેલ ઘટના વિશે તેમણે જણાવ્યું, 'અંકિત ઑફિસથી સાંજે 4.30 વાગ્યે આવ્યો હતો. મને જણાવવામાં આવ્યું કે ભીડ તેમની સાથે ત્રણ લોકોને લઈ ગઈ હતી, સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમાં એક મારો દીકરો પણ હતો.' અંકિતે 23 વર્ષની ઉંમરમાં આઈબી જોઈન કર્યું હતું. અંકિતની મમ્મીએ જણાવ્યું કે દિલ્હી પોલીસમાં અંકિતની નોકરી લાગી ગઈ હતી પરંતુ તેણે ઈંટેલિજેન્સ બ્યૂરોને પસંદ કર્યું, તે બહુ પ્રભાવશાળી હતો. અંકિતની માએ કહ્યું કે, 'મારો દીકરો નિર્દોષ હતો.. દુનિયાના મામલાથી એકદમ અજાણ. તે અમને હંમેશા કહેતો હતો, પૈસાની ચિંતા ના કરો, તે મને હંમેશા મેડિકલના ખર્ચ માટે ચિંતા ના કરવા કહેતો હતો.'

23 વર્ષની ઉંમરે આઈબી જોઈન કર્યું હતું

23 વર્ષની ઉંમરે આઈબી જોઈન કર્યું હતું

અંકિત શર્માના પિતા રવિન્દ્ર શર્મા દિલ્હી પોલીસમાં કામ કરે છે. તેમણે આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈનના સમર્થકો પર અંકિત પર હુમલો અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પિતાએ જણાવ્યું કે અંકિતની પિટાઈ બાદ ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે અંકિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે પરિવારના એક અન્ય સભ્યને પણ આપ નેતા અંકિતની હત્યા માટે જવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મહિલા સાથે છેડતી કરવામાં આવી રહી છે, છતાં દિલ્હી પોલીસ અમારી ફરિયાદ પર એક્શન નથી લઈ રહી. અંકિત શર્માએ 2017માં આઈબી જોઈન કર્યું હતું. તેમના પિતા દિલ્હી પોલીસમાં એએસઆઈ છે અને કરોલ બાગ પોલીસ સ્ટેશનમાં તહેનાત છે. ઘરે પિતા સિવાય તેમની મા, એક ભાઈ અને એક બહેન છે.

દિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું આખી દુનિયા જોઈ રહી છેદિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું આખી દુનિયા જોઈ રહી છે

English summary
IB Officer ankit sharma's mom blames AAP corporator for murder
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X