મારી સામે એક પૈસાનો ભ્રષ્ટાચાર મળે તો મને સાર્વજનિક રુપે ફાંસીએ લટકાવી દોઃ CM કેજરીવાલ

પંજાબમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. CM કેજરીવાલે પીએમ મોદીને પડકાર ફેંક્યો કે જો તેમની સામે એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર જોવા મળે તો તેમને જાહેરમાં ફાંસી આપો.

લુધિયાણામાં 80 આમ આદમી ક્લિનિક્સને સમર્પિત કર્યા પછીના કાર્યક્રમમાં તેમના સંબોધનમાં, કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓને તેમની પાછળ મૂકી છે એ સાબિત કરવા માટે કે તેઓ 'ચોર' છે.

arvind kejriwal

દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારે સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ અને પોલીસને મારી પાછળ મૂકી દીધા છે, કેમ? માત્ર એક જ ઉદ્દેશ્ય છે, જે કોઈપણ રીતે સાબિત કરવાનો છે કે કેજરીવાલ 'ચોર' છે અને તે સાબિત કરવાનો કે તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે.

તેમણે પડકાર ફેંક્યો અને કહ્યું, 'હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે જો કેજરીવાલ ભ્રષ્ટ હોય તો આ દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે જે દિવસે તમને કેજરીવાલ સામે એક પૈસાનો ભ્રષ્ટાચાર જોવા મળશે, તે દિવસે મને જાહેરમાં ફાંસીએ લટકાવી દો પરંતુ આ રોજ-રોજની નૌટંકી અને તમાશા બંધ કરો.'

કેજરીવાલે વધુમાં કહ્યું કે, 'તેઓ AAPનું કામ રોકવા માંગે છે, તેથી તેઓએ સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી દીધા, જેમણે વિશ્વને મોહલ્લા ક્લિનિકનું મોડલ આપ્યું અને લોકોને મફત વીજળી આપી. સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાના ઘરેથી એક પણ રૂપિયો મળ્યો નથી. જ્યારે ભાજપના ધારાસભ્યના ઘરેથી 8 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કર્ણાટકમાં ભાજપને 40 ટકાની સરકાર કહેવામાં આવે છે.'

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની CBI દ્વારા દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં મનીષ સિસોદિયા પહેલેથી જ જેલના સળિયા પાછળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X