For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો અત્યારે શાંત બેઠા છે પરંતુ જો પ્રદર્શનનો બીજો રસ્તો અપનાવી લીધો તો...

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવારે ખેડૂત આંદોલન પર મોટુ નિવેદન આપ્યુ.

|
Google Oneindia Gujarati News

NCP Sharad Pawar on Farmers Protest: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવારે ખેડૂત આંદોલન પર નિવેદન આપીને કહ્યુ છે કે ખેડૂતો અત્યારે તો શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ તેમણે કોઈ બીજો રસ્તો અપનાવી લીધો તો દેશ સામે મોટુ સંકટ આવી શકે છે. ખેડૂત આંદોલન પર બોલતા શરદ પવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યુ. પૂર્વ કૃષિ મંત્રી અને એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ, 'ખેડૂત દિલ્લીની સીમા પર હાલમાં શાંતિથી બેસીને પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ જો પોતાના વિરોધ પ્રદર્શન માટે શાંતિનો માર્ગ છોડીને બીજો રસ્તો અપનાવી લીધો તો રાષ્ટ્ર એક મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. જેના માટે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) સરકાર જવાબદાર ગણાશે.

sharad pawar
'

શરદ પવારે કહ્યુ, જો ખેડૂત કોઈ રસ્તો અપનાવે તો ભાજપ સરકારે આની જવાબદારી લેવી પડશે. આ રીતના ઘણા મુદ્દા છે. સત્તામાં બેઠેલા લોકો અસંવેદનશીલ છે.

સુપ્રિયા સૂલેએ પણ ખેડૂત આંદોલન પર કહી આ વાત

રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) સાંસદ સુપ્રિયા સૂલે(Supriya Sule) ગુરુવારે ગાઝીપુર બૉર્ડર પર આંદોલનકારી ખેડૂતોને મળવા ગઈ હતી. ત્યારબાદ સુપ્રિયા સૂલેએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે, '10 અલગ અલગ પાર્ટીઓના સાંસદોએ આજે ગાઝીપુર સીમાનો પ્રવાસ કર્યો. અમે ત્યાં જે વસ્તુઓ જોઈ, તે ચિંતાજનક હતી. અમે માત્ર ખેડૂતોને મળવા ત્યાં ગયા હતા પરંતુ અમને તેની મંજૂરી આપવામાં આવી નહિ. ત્યાંનો માહોલ રાષ્ટ્રના હિતમાં નથી. ખેડૂતોની આ હાલત જોયા બાદ અમારી કોશિશ એ રહેશે કે જલ્દીમાં જલ્દી આનુ સમાધાન સામે આવે.'

રા

સુપ્રિયા સૂલેએ કહ્યુ,જે હાલમાં ખેડૂતો દિલ્લીની સીમાઓ પર બેઠા છે તે ઠીક નથી. આપણે ચર્ચા દ્વારા એક સમાધાન લાવવાની જરૂર છે.

ભાજપી ધારાસભ્યનું વિવાદિત નિવેદન- લોકો કહે છે રાકેશ ટિકૈત 2000 માટે ગમે ત્યાં જશેભાજપી ધારાસભ્યનું વિવાદિત નિવેદન- લોકો કહે છે રાકેશ ટિકૈત 2000 માટે ગમે ત્યાં જશે

English summary
If farmers leave peaceful path it would lead to major crisis in country: Sharad Pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X