મોદીને વોટ ન આપ્યો તો, ગુજરાતના મુસલમાનોને એસિડથી સળગાવાશે: આઝમ ખાન

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુધ્ધ ઉત્તર પ્રદેશના મંત્રી અને સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાને વિવાદિત નિવેદન આપતા રાજકારણ ક્ષેત્રે ખળભળાટ મચી ગઇ છે.

આઝમ ખાને મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં મુસ્લિમો ડરીને મોદીને વોટ આપે છે. તેમણે જણાવ્યું કે આ ભય મુસલમાનોમાં એટલા માટે છે કારણ કે તેમને ડર છે કે જો મોદીને વોટ ના આપ્યો તો એસિડથી સળગાવી દેવામાં આવીશું.

આઝમ ખાને મોદી વિરુધ્ધ પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં મોદીએ રમખાણ કરાવ્યા. તેમણે જે ગુજરાતમાં કર્યું તે હવે આખા દેશમાં કરાવવા માંગે છે. આઝમ ખાનના આ નિવેદનની ભાજપે નિંદા કરી છે.

azam khan
હમણા થોડા દિવસ પહેલા મોદી વિરુધ્ધ કેન્દ્ર સરકારના મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે વર્ષ 2002માં ગુજરાત રમખાણ માટે મોદીની ટીકા કરતા જણાવ્યું હતું કે 'મોદી રમખાણ રોકી શકવામાં સક્ષમ ન્હોતા, માટે તેમને નપુંસક ના કહેવા કે તો શું કહેવું.'

જોકે સલમાન ખુર્શીદના આ નિવેદનથી પાર્ટીના નેતાઓએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા. અહીં સુધી પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની આ ટિપ્પણી પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

English summary
Narendra Modi will use 'Tezaab', if Muslims don't vote for him says Azam Khan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.