For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને સેના પ્રમુખની ચેતવણી, જરૂર પડી તો ફરીથી પાર કરીશુ LOC

ભારતીય સેનાના ચીફ બિપિન રાવતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે અમારુ વલણ એકદમ સ્પષ્ટ છે કે અમે પાકિસ્તાનનો માહોલ ખરાબ કરવાની બિલકુલ પરવાનગી નહિ આપીએ.

|
Google Oneindia Gujarati News

ભારતીય સેનાના ચીફ બિપિન રાવતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે અમારુ વલણ એકદમ સ્પષ્ટ છે કે અમે પાકિસ્તાનનો માહોલ ખરાબ કરવાની બિલકુલ પરવાનગી નહિ આપીએ. સેના પ્રમુખને જ્યારે એ પૂછવામાં આવ્યુ કે પાકિસ્તાન ફરીથી એકવાર બાલાકોટમાં આતંકીઓના કેમ્પને એક્ટીવ કરી દીધુ છે, અહીં ફરીથી એકવાર જૈશ એ મોહમ્મદે પોતાના કેમ્પને સક્રિય કરી દીધુ છે તો આના પર આર્મી ચીફે કહ્યુ કે અમે સર્જીકલ સ્ટ્રાઈકથી તેને સ્પષ્ટ કરી દીધુ હતુ કે જો બીજી તરફથી અમારી શાંતિને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવશે તો અમે એલઓસી પાર કરી દઈશુ.

નહિ ચાલે સંતાકૂકડીનો ખેલ

નહિ ચાલે સંતાકૂકડીનો ખેલ

સેના પ્રમુખે કહ્યુ કે જ્યાં સુધી બીજી તરફથી માહોલ ખરાબ કરવાની કોશિશ નહિ કરવામાં આવે ત્યાં સુધી અમે એલઓસી પાર નહિ કરીએ. પાકિસ્તાન આતંકીઓને નિયંત્રિત કરે છે અને તેમનો ઉપયોગ પાક છદ્મ યુધ્ધ માટે ભારત સામે કરે છે. પરંતુ હવે આ સંતાકૂકડીની રમત વધુ સમય સુધી નહિ ચાલે. જો અમને ફરીથી સીમા પાર જવાની જરૂર પડી તો અમે જઈશુ ફરીથી તે હવાઈ માર્ગ, જેલ માર્ગ કે કોઈ પણ માર્ગ હોઈ શકે છે. સેના પ્રમુખે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધુ છે કે સીમા પાર રેડ લાઈન સ્પષ્ટ છે અને તે જ આગળની કાર્યવાહી નક્કી કરશે.

આતંકીઓનુ સમર્થન કરે છે પાકિસ્તાન

આતંકીઓનુ સમર્થન કરે છે પાકિસ્તાન

બિપિન રાવતે કહ્યુ કે અમે ઘણી વાર પાકને એ અંગેના પુરાવા આપ્યા છે કે આઈએસઆઈ આતંકીઓનુ મદદ કરી રહ્યુ છે પરંતુ તે આને માનવા તૈયાર નથી. પાકિસ્તાને 5 ઓગસ્ટના રોજ ખુલ્લી રીતે કાશ્મીરમાં જેહાદની વાત કહી છે કે જે સ્પષ્ટ રીતે આતંકીઓને સમર્થન કરવા સમાન છે. આતંકીઓના સમર્થન માટે એક રાતમાં આ રીતનુ તંત્ર ઉભુ નથી થતુ, પાકિસ્તાનમાં પહેલેથી જ આતંકી છાવણીઓ છે અને તેને અલગ અલગ જગ્યાઓ શિફ્ટ કરવામાં આવે છે. પાકિસ્તાન હંમેશાથી જ ભારત સામે છદ્મ યુદ્ધ લડતુ આવ્યુ છે અને આ જ તેની નીતિ રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર મેધરાજા મહેરબાન, તમામ 205 ડેમ 93% ભરાયાઆ પણ વાંચોઃ ગુજરાત પર મેધરાજા મહેરબાન, તમામ 205 ડેમ 93% ભરાયા

હથિયારોના ઉપયોગની સમજ નથી પાકને

હથિયારોના ઉપયોગની સમજ નથી પાકને

જે રીતે ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી તે બાદ સેના પ્રમુખે કહ્યુ કે પરમાણી હથિયાર નિવારણનુ હથિયાર છે નહિ તે યુદ્ધ કરવાનુ હથિયાર. પાકિસ્તાને પરમાણુ હથિયારનો ઉપયોગ કઈ સ્થિતિમા કરશે, જ્યારે તેના પર હુમલો થશે કે પછી તે પારંપરિક યુદ્ધમાં તેનો ઉપયોગ કરશે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ પારંપરિક યુદ્ધમાં ઉપયોગ કરવાની બિલકુલ પરવાનગી નહિ આપે. પાકિસ્તાનનુ આ રીતનુ નિવેદન તેના હથિયારોના ઉપયોગ વિશેની સમજ પર સવાલ ઉઠાવી રહ્યુ છે.

English summary
If needed we will again cross LOC says army Chief Bipin Rawat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X