
બળાત્કાર રોકી ના શકાતા હોય તો તેનો આનંદ ઉઠાવો: સિન્હા
સીબીઆઇના ગોલ્ડન જુબલી મહોત્સવના અવસરે આયોજિત કાર્યક્રમમાં રંજીત સિન્હા પોતાનું નિવેદન આપી રહ્યા હતા. રંજીત સિન્હાએ જણાવ્યું કે ક્રિકેટમાં સટ્ટેબાજોને કાયદાકીય ઓપ આપી દેવું જોઇએ. કારણ કે આપણી પાસે તેને રોકવા માટે પર્યાપ્ત એજન્સીઓ નથી. તેમણે જણાવ્યું કે જ્યારે કેટલાંક રાજ્યોમાં લોટરી અને કસિનોને પરવાનગી મળી છે તો સટ્ટેબાજીને પણ કાયદાકીય રૂપ આપવામાં શું વાંધો છે.
કાર્યક્રમમાં આગળ બોલતા રંજીત સિન્હાએ જણાવ્યું કે જો સટ્ટેબાજીને રોકી ના શકતા હોવ તો તેનો પણ આનંદ લેવો જોઇએ. એ જ રીતે જ જ્યારે બળાત્કારને રોકી ના શકીએ તો તેનો આનંદ લેવો જોઇએ.
નિવેદન બાદ બબાલ
સીબીઆઇના ડાયરેક્ટર રંજીત સિન્હા દ્વારા બળાત્કાર પર આપવામાં આવેલા વાંધાજનક નિવેદન બાદ મહિલા સંગઠનોએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મહિલા સંગઠનોએ રંજીત સિન્હા પાસે માફી માગવા જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર રંજીત સિન્હાના નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી રહી છે.
સટ્ટેબાજીને લીગલ બનાવવાના પક્ષમાં દ્રવિડ
રંજીત સિન્હાની સાથે આ કાર્યક્રમમાં પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ હાજર હતા. તેમણે જણાવ્યું કે જો એજન્સીઓને લાગે છે કે સટ્ટેબાજીને કાનૂની ઓપ આપવાથી મદદ મળશે, તો તેઓ એના માટે પણ તૈયાર છે.