For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કબર માટે જમીન જોઈઅ તો વંદેમાતરમ કહેવુ પડશે, બોલ્યા ગિરિરાજ

ભાજપના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહે ફરીથી એકવરા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે જે ઘણીવાર પોતાના હિંદુત્વવાદી અને સાંપ્રદાયિક નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહે ફરીથી એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે જે ઘણીવાર પોતાના હિંદુત્વવાદી અને સાંપ્રદાયિક નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેમણે કોઈને પાકિસ્તાન મોકલવાની નથી કહી.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ જોઈ છે ફિલ્મ 'પા', આ સાંભળી અમિતાભ બચ્ચનનું આ હતુ રિએક્શનઆ પણ વાંચોઃ પીએમ મોદીએ જોઈ છે ફિલ્મ 'પા', આ સાંભળી અમિતાભ બચ્ચનનું આ હતુ રિએક્શન

એવુ શું વિવાદાસ્પદ કહ્યુ છે ગિરિરાજ સિંહે?

એવુ શું વિવાદાસ્પદ કહ્યુ છે ગિરિરાજ સિંહે?

બેગુસરાયની રાજકીય સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં બેગુસરાયથી એનડીએના ઉમેદવાર ગિરિરાજ સિંહે મુસ્લિમ સમાજ તરફ ઈશારો કરતા કહ્યુ છે કે જો કબર માટે ત્રણ હાથ જમીન જોઈએ તો વંદેમાતરમનું ગીત અને ભારત માતાકી જય કહેવુ પડશે અન્યથા દેશ ક્યારેય માફ નહિ કરે. ગિરિરાજ સિંહે રાષ્ટ્રીય જનતા દળના દરભંગાથી ઉમેદવાર અબ્દુલ બારી સિદ્દિકીના એક તથાકથિત નિવેદનની ચર્ચા કરતા કહ્યુ કે રાજદના ઉમેદવાર કહે છે કે હું વંદેમાતરમ નહિ બોલુ. પરંતુ હું તેમને કહેવા ઈચ્છુ છુ કે જે વંદે માતરમ ન બોલી શકે, જે ભારતની માતૃભૂમિને નમન ન કરી શકે તે વાત યાદ રાખે કે ભારતની ભૂમિ તેને ક્યારેય માફ નહિ કરે.

શું ગિરિરાજ ગઠબંધનના મંચખી પણ હંમેશા આક્રમક રહે છે?

શું ગિરિરાજ ગઠબંધનના મંચખી પણ હંમેશા આક્રમક રહે છે?

ગિરિરાજ આ વખતની લોકસભા ચૂંટણીમાં જ્યારે નીતિશ કુમાર સાથે મંચ પર હોય છે ત્યારે તે પોતાની સાંપ્રદાયિક વાતોની જગ્યાએ સબકા સાથ સબકા વિકાસ અને સાંપ્રદાયિક સદભાવ જાળવવાની વાતો કરે છે. પરંતુ એનાથી ઉલટુ જ્યારે તે પોતાના મંચ પર અને પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામે બોલે છે તો મુસ્લિમ સમાજના લોકો તેમના ખાસ નિશાના પર હોય છે. આ કારણથી બેગુસરાયથી સીપીઆઈના બહુચર્ચિત ઉમેદવાર કન્હૈયા કુમાર તેમને પોતાની ચૂંટણી સભાઓમાં ‘વિઝા મંત્રી' કોટ કરતા રહે છે.

ગિરિરાજના આ બોલવા પાછળનું કારણ ક્યાંક આ તો નથી?

ગિરિરાજના આ બોલવા પાછળનું કારણ ક્યાંક આ તો નથી?

બેગુસરાયમાં આ વખતે ત્રિકોણીય મુકાબલો થવાના અણસાર છે. જાતિગત ધ્રુવોમાં વહેંચાયેલ મતને પોતપોતાના પક્ષમાં કરવામાં દરેક ઉમેદવારને ખાસ્સી મહેનત કરવી પડી રહી છે. ભાજપ પર જેમ પહેલેથી આક્ષેપ થઈ રહ્યો છે કે તે સામાન્ય ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરે છે, તો ક્યાંક ગિરિરાજ પણ અહીં આ તો નથી કરવા ઈચ્છી રહ્યા જેથી સવર્ણ વસ્તી વધુ ધરાવતા વિસ્તારમાં મત એક જગ્યાએ સંગઠિત થઈને તેમને મળી શકે. એટલા માટે તેમણે સમજી વિચારીને વંદે માતરમ, ભારત માતા કી જય, કબર-પાકિસ્તાન, પાકિસ્તાન જેવા મુદ્દાઓ છેડી દીધા છે. તેમને એ વાતનો અંદાજ થઈ ગયો છે કે તેમની આ સમજી વિચારેલી રણનીતિનો હિસ્સો છે કે જ્યાં સુધી સાંપ્રદાયિક ધ્રુવીકરણ નહિ થાય ત્યાં સુધી તેમની જીતનો રસ્તો સરળ નહિ બને. એટલા માટે તેમણે જાણીજોઈને વંદે માતરમ, ભારત માતા કી જય અને કબ્રસ્તાન અને કબર માટે જમીનનો મુદ્દો છેડ્યો છે.

English summary
If you want land for your grave then you have to say Vande Mataram says Giriraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X