પૂર્વ વડાપ્રધાન આઇ કે ગુજરાલની સ્થિતિ નાજુક, હોસ્પિટલમાં દાખલ

92 વર્ષીય આઇ કે ગુજરાલ છેલ્લા સમયથી અસ્વસ્થ છે અને તેમની તબિયત બગડતાં તેમને શનિવારે વેંટિલેટર પર રાખવામાં આવ્યાં છે. લગભગ એક વર્ષથી તેઓ ડાયલિસિસ પર છે અને થોડા દિવસો પહેલાં તેમને છાતીમાં ગંભીર ઇન્ફેકશન થઇ ગયું હતું. આઇ કે ગુજરાલના પુત્ર અને સાંસદ નરેશ ગુજરાલે જણાવ્યું છે કે તેમની હાલત ઠિક નથી અને તેમની સ્થિતી ગંભીર છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇ કે ગુજરાલની સ્થિતી સ્થિર છે. આઇ કે ગુજરાલને ચાર દિવસ પહેલાં છાતીમાં દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.












Click it and Unblock the Notifications
