Red Alert: ભારે વરસાદના કારણે કર્ણાટકમાં સ્થિતિ ગંભીર, 5ના મોત, શાળા કોલેજો બંધ
કર્ણાટક અને મહારાષ્ટ્રના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે જ્યાં 2.5 લાખ લોકોને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
દેશના મોટાભાગના સ્થળોએ ભારે વરસાદનો કહેર ચાલુ છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે જ્યાં 2.5 લાખ લોકોને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વળી, આંધ્રપ્રદેશમાં ઘણી નદીઓ છલકાઈ રહી છે. છેલ્લા સાત દિવસોમાં પશ્ચિમી મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂર સાથે સંબંધિત ઘટનાઓમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં રવિવારથી અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 26,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
|
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં રેડ એલર્ટ
કર્ણાટકના દક્ષિણ કન્નડજ જિલ્લામાં ભારે વરસાદ અને ઝડપી પવનના કહેરના કારણે આગામી 48 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. પ્રભાવિત જિલ્લાની શાળા અને કોલેજોમાં બુધવાર અને ગુરુવારે રજા રહેશે. સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર થવાનો અર્થ હવામાન વધુ ખરાબ થવાની સંભાવના છે.

ભારે વરસાદના કારણે કર્ણાટક-મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર
એટલુ જ નહિ ઓડિશાના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પેદ થઈ ગઈ છે અને દક્ષિણી વિસ્તારમાં અમુક જગ્યાઓએ સેવાઓ બંધ છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મૂસળધાર વરસાદના કારણે રસ્તાઓ અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. મળતી માહિતી મુજબ બેલાગાવી અને ઉત્તર કન્નડ જિલ્લાઓમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને શિવમોગામાં એક વ્યક્તિનું મોત થયુ છે. આનાથી અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃતકોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.
|
આજે પણ ભારે વરસાદની સંભાવના
આ રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. આ પહેલા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે આજે દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે દેશના ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલુ જ નહિ દેશના બાકીના ભાગોમાં પણ ચોમાસુ યથાવત રહેશે તથા પશ્ચિમી રાજસ્થાન અને તમિલનાડુના મોટાભાગના ભાગોમાં હવામાન શુષ્ક રહેશે.

સારો વરસાદ થવાની સંભાવના
વળી, દિલ્લી-એનસીઆરમાં આજે આકાશમાં વાદળ છવાઈ રહેવા સાથે હળવો વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ












Click it and Unblock the Notifications
