For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એંટીબાયોટિક દવા લઈ રહ્યા હોવ તો થઈ જાઓ સાવધાન! WHOના રિપોર્ટમાં થયો ખુલાસો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દવાઓની એક યાદી બહાર પાડી છે જે લોહીમાં ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.

|
Google Oneindia Gujarati News

શરદી, ઉધરસ અને તાવમાં લોકો હંમેશા એન્ટીબાયોટિક દવાઓ લેતા હોય છે. આ ઉપરાંત કેટલીયવાર યૂટીઆઈ અને શરીરની કેટલીય સમસ્યાઓ માટે કારગર દવાના રૂપમાં એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે. પરંતુ હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલા રિપોર્ટ તમારા હોશ ઉડાવી શકે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કેટલીક એંટીબાયોટિક દવાઓ કોઈ અસર કરતી બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, WHOએ આવી અસર કરતી બંધ થઈ ગઈ હોય તેવી દવાઓના નામ પણ જણાવ્યાં છે. સાથે જ તેના નુકસાનોને લઈને પણ ખુલાસા કર્યા છે. આવો જાણીએ આ દવાઓ વિશે..

એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક બની રહી છે: WHO

એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક બની રહી છે: WHO

2020માં 87 દેશો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા આંકડાઓના આધારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો આ રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કેટલીક એંટીબાયોટિક (antibiotics) દવાઓ બેક્ટેરિયા પ્રત્યે બિનઅસરકારક છે. આવી દવાઓનું સેવન કરવાથી લોહીમાં જીવલેણ સંક્રમણનું કારણ બની શકે છે. સાથે જ તેમજ શરીરને ઘણા બેક્ટેરિયા (Antibiotic Resistance) સામે સારવાર માટે પ્રતિરોધક બનાવે છે. તેનો અર્થ એ કે તમારું શરીર ઘણા બેક્ટેરિયા સામે લડવા માટે સક્ષમ નહીં હોય અને આ દવાઓ તમારા માટે કોઈ કામની નહીં હોય.

પહેલીવાર ગ્લોબલ એંટીમાઈક્રોબિયલ રેસિસ્ટેંસ એન્ડ યૂઝ સર્વેલાંસ સિસ્ટમ (GLASS) રિપોર્ટમાં 27 દેશોમાં એંટીબાયોટિક રેજિસ્ટેંસ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટથી માલુમ પડે છે કે બેક્ટેરિયામાં પ્રતિરોધના 50%થી ઉપર છે. એટલે કે જે દવા આપવામાં આવી રહી છે બેક્ટેરિયા પર તેની કોઈ અસર નથી થઈ રહી.

આ દવાઓ બ્લડ ઈંફેક્શનનું કારણ બની શકે: WHO

આ દવાઓ બ્લડ ઈંફેક્શનનું કારણ બની શકે: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે બ્લડ ઈંફેક્શનના મામલા જેવી રીતે વધી રહ્યા છે, તેનું એક મોટું કારણ એંટીમાઈક્રોબિયલ રેસિસ્ટેંસ દવાઓ હોય શકે છે. આ ક્લેબસિએલા ન્યૂમોનિયા (klebsiella pneumoniae) અને એસિનેટોબૈક્ટર એસપીપી (Acinetobacter spp)ને કારણે બની શકે છે.

આ દવાઓના નામ યાદીમાં છે

આ દવાઓના નામ યાદીમાં છે

જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ એંટીમાઈક્રોબિયલ રેસિસ્ટેંસ દવાઓના નામ પણ જણાવ્યાં છે. જેમ કે કાર્બાપેનેમ્સ, જે હેઠળ imipenem, meropenem, ertapenem અને doripenem જેવી એંટીબાયોટિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત આ યાદીમાં સિપ્રોફ્લોક્સાસિન (ciprofloxacin)નું નામ પણ સામેલ છે, જેને ઓરલ ઈંફેક્શન ઘટાડવા માટે વપરાશમાં લેવાય છે. સાથે જ યૂટીઆઈ ઈંફેક્શનમાં વપરાતી દવાઓ એમ્પીસિલીન (ampicillin) અને કો-ટ્રિમોક્સાજોલ (co-trimoxazole)અને ફ્લોરોક્વિનોલોન (fluoroquinolones)નું નામ પણ આ યાદીમાં સામેલ છે.

English summary
imipenem meropenem ertapenem doripenem antibiotic drugs dangerous to health: WHO Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X