For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શૂટર શ્રેયસી સિંહે બિહાર ચૂંટણી અને ચિરાગને લઈ કહી આ વાત

શૂટર શ્રેયસી સિંહે બિહાર ચૂંટણી અને ચિરાગને લઈ કહી આ વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અર્જુન અવોર્ડથી સમ્માનિત શૂટર શ્રેયસી સિંહ પોતાના પિતાના રસ્તે ચાલવા લાગી છે. ગત રવિવારે ભાજપમાં જોડાઈને તેણીએ રાજનૈતિક ઈન્ટ્રી કરી લીધી છે. શ્રેયસી સિંહે ભાજપની સભ્યતા લીધી છે. રાજનીતિમાં એન્ટ્રી કરવાની સાથે જ હવે તેમણે વિરોધી પાર્ટીઓ પર નિશાન સાધવાની સાથે જ બિહારને લઈ તેમનું ફોકસ કઈ વાતો પર હશે તેનો ખુલાસો કર્યો.

બિહારને લઈ શ્રેયસીનુ આ પ્લાનિંગ છે

બિહારને લઈ શ્રેયસીનુ આ પ્લાનિંગ છે

શૂટર શ્રેયસી સિંહ રવિવારે દિલ્હીમાં ભાજપની સભ્યતા ગ્રહણ કર્યા બાદ પટના આવી ગઈ. જે બાદ શ્રેયસીએ પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું. શ્રેયસીએ બિહારને લઈ પોતાની કાર્યયોજના જણાવી. શ્રેયસીએ કહ્યું કે બિહારમાં ખેલાડીઓ માટે પોતે કામ કરશે. શ્રેયસીએ કહ્યું કે, તેમનું બેકગ્રાઉન્ડ રમત ગમત રહ્યું માટે તે ઈચ્છે છે કે બિહારમાં રમત પ્રત્યે પ્રોત્સાહન મળે. બિહારના બાળકો વિવિધ રમતોમાં આગળ આવે. તેમણે આમાં મદદનું વચન આપ્યું્ છે. આ ઉપરાંત બિહારમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવામાં આવે, દરેક જરૂરત મંદને સમયસર ઈલાજ મળે તેના પર પોતાનું ફોકસ રહેશે.

ચિરાગ વિશે કહી આ વાત

ચિરાગ વિશે કહી આ વાત

શું શ્રેયસી સિંહ બિહાર વિધાનસભા ચૂંટણી લડશે? જેનો જવાબ આપતાં શ્રેયસીએ કહ્યું કે આનો ફેસલો મારી પાર્ટી કરશે. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)થી ચિરાગ પાસવાન અલગ થવાના પ્રશ્ન પર શ્રેયસીએ કહ્યું કે જેઓ બિહારનું ભલું ઈચ્છે છે તેમને શુભેચ્છાઓ.

પીએમ મોદીથી પ્રેરિત થઈ ભાજપમાં જોડાઈ

પીએમ મોદીથી પ્રેરિત થઈ ભાજપમાં જોડાઈ

દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં શૂટર શ્રેયસી સિંહ પાર્ટી નેતા ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપમાં જોડાઈ. જણાવી દઈએ કે શ્રેયસી સિંહના પિતા દિગ્વિજય સિંહ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. શ્રેયસી સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શ્રેયસીના પિતા અને દાદા બંને જ નેશનલ રાઈફલ એસોસિએશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. શ્રેયસી સિંહની મા પુતુલ કુમારી પણ સાંસદ રહી ચૂકી છે. શ્રેયસીએ દિલ્હીના હંસરાજ કોલેજથી પોતાનો અભ્યાસ કર્યો. ભાજપમાં જ સામેલ થવાનું તેમણે ક્યારેય વિચાર્યું હતું? ના જવાબમાં શ્રેયસીએ કહ્યું કે, પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરિત થઈ તેણે ભાજપમાં જોડાવવાનો ફેસલો કર્યો.

ચીનને ઘેરવા માટે ટોક્યોમાં Quad દેશોની બેઠક થઈ રહી છે, એસ જયશંકર પણ હાજરચીનને ઘેરવા માટે ટોક્યોમાં Quad દેશોની બેઠક થઈ રહી છે, એસ જયશંકર પણ હાજર

એવો વિકાસ થાય જેમાં યુવાનોનું પલાયન અટકે

એવો વિકાસ થાય જેમાં યુવાનોનું પલાયન અટકે

શ્રેયસી સિંહે કહ્યું કે તેઓ આત્મનિર્ભર ભારત અંતર્ગત બિહારને પણ આત્મનિર્ભર પ્રદેશ બનાવવા ઈચ્છે છે અને આત્મનિર્ભર બિહારનો ચહેરો બની શકે છે. શૂટર શ્રેયસીએ આગળ કહ્યું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પ્રદેશના વિકાસની વાતો કરવામાં આવે છે. સવાલ એ છે કે આપણે કેવા પ્રકારનો વિકાસ ઈચ્છીએ છીએ? એવો વિકાસ થાય જેમાં યુવાનોનું પલાયન અટકે. બિહારના યુવાનો સમ્માનની જિંદગી જીવે. તેમણે કહ્યું કે બિહાર સરકારને સ્વાસ્થ્યના મામલે વિશેષ ધ્યાન આપવું જોઈએ.

English summary
impressed by pm modi thats why i joined bjp says Shreyasi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X