For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિણીતા સાથે હેવાનિયત, સાસિરયાવાળા રાતે સીરિંજથી લોહી કાઢી લેતા, જાણો કેમ?

ઉત્તર પ્રદેશના કોશાંબી જિલ્લામાં દહેજ લાલચુઓએ માનવતાને શરમાવે તેવુ કામ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના કોશાંબી જિલ્લામાં દહેજ લાલચુઓએ માનવતાને શરમાવે તેવુ કામ કર્યુ છે. દહેજમાં ચાર પૈડાની ગાડી ન મળવાથી નારાજ સાસરિયાવાળા પરિણીતાની ઉંઘની ગોળીઓ ખવડાવીને તેના શરીરમાંથી સીરિંજ વડે લોહી કાઢીને ત્રાસ ગુજારતા હતા. પરિણીતાએ પોલિસ સ્ટેશનમાં જઈને પોતાની આ દર્દભરી દાસ્તાન સંભળાવી. એટલુ જ નહિ પરિણીતાએ શરીર પર ઈંજેક્શનના નિશાન પણ બતાવ્યા. પોલિસ પણ પરિણીતાના શરીર પરના જખમ જોઈને ચોંકી ગઈ. પરિણીતાની ફરિયાદ પર કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી.

shocking

આઠ મહિના પહેલા થયા હતા લગ્ન

કોશાંબી પોલિસ સ્ટેશન વિસ્તારમાં આબા કુંઆ ગામ નિવાસી દેશરાજે પોતાની દીકરી પ્રીતિના લગ્ન 19 નવેમ્બર 2019ના રોજ નિઝામપુર નોગીરાના દશરથલાલના પુત્ર રાજેશ સાથે કર્યા હતા. લગ્નમાં તેણે પોતાના હિસાબે દહેજનો બધો સામાન આપ્યો હતો. તે બાદ પણ સાસરિયા દહેજમાં ચાર પૈડાવાળી ગાડીની માંગ કરીને પ્રીતિને ત્રાસ આપતા હતા. 19 જૂને પ્રીતિની મા અને તેનો ભાઈ તેને બોલાવવા ગયા તો સાસરિયાવાલા પોતાના સંબંધીઓને ભેગા કરીને બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી.

શરીરમાંથી ઈંજેક્શન લગાવીને લોહી કાઢી લેતા

ગમે તેમ કરીને ઘરે પહોંચેલી પ્રીતિએ જણાવ્યુ કે સાસરિયાવાળા તેને બળજબરીથી ઉંઘની દવાઓ ખવડાવતા હતા. ત્યારબાદ તેના શરીરમાં ઈંજેક્શન લગાવીને લોહી કાઢવામાં આવતુ હતુ. પિયરવાળા સાથે ફોન પર વાત પણ કરવા દેતા નહોતા. કોઈ રીતે સૂચના મોકલાવ્યા બાદ પિયરવાળા લોકો તેને પોતાની સાથે લઈ ગયા અને પોલિસ સ્ટેશન પહોંચી ગયા. પીડિતાની આ બધી વાતો સાંભળીને પોલિસ સ્ટેશનમાં હાજર બધા પોલિસકર્મીઓ પણ ચોંકી ગયા. મંઝનપુર સીઓ એસએન પાઠકે જણાવ્યુ કે એક પરિણાતીએ પોતાના પિતા સાથે પોલિસ સ્ટેશન આવીને સાસરિયાવાળા સામે ફરિયાદ કરી છે. તેમની ફરિયાદ પર પતિ સહિત 6 લોકો સામે કેંસ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સોનૂ નિગમે ખોલી રિયાલિટી શોની પોલ, કર્યા એક પછી એક ચોંકાવનારા ખુલાસાસોનૂ નિગમે ખોલી રિયાલિટી શોની પોલ, કર્યા એક પછી એક ચોંકાવનારા ખુલાસા

English summary
In laws tortured newly married woman for dowry by injecting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X