મધ્યપ્રદેશમાં બહેરી-મુંગી કિશોરી સાથે સામુહિક બળાત્કાર, પીડિતાએ ફોટો જોઈ આરોપીને ઓળખ્યા!
મધ્યપ્રદેશના શહડોલમાં એક સગીર છોકરી પર સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. બહેરી-મૂંગી પીડિતા પર છ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. જેમાંથી બે આરોપી સગીર છે. આરોપીઓએ પીડિતાને માર મારી ફોટો લીધા હતા.
ભોપાલ, 1 ઓક્ટોબર : મધ્યપ્રદેશના શહડોલમાં એક સગીર છોકરી પર સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. બહેરી-મૂંગી પીડિતા પર છ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. જેમાંથી બે આરોપી સગીર છે. આરોપીઓએ પીડિતાને માર મારી ફોટો લીધા હતા. ફોટો વાયરલ થતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેસ નોંધી પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર, પીડિતાને ગયા શનિવારે પાડોશીએ જ બહાનેથી ઘરેથી બોલાવી હતી. તે પીડિતાને એકાંતમાં લઈ ગયો હતો, જ્યાં અન્ય પાંચ આરોપીઓ તેની રાહ જોઈ રહ્યા હતા. આ પછી દરેક આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ વિરોધ કરતા આરોપીએ તેને માર મારી ફોટો લીધા બાદ ચુપ રહેવા ધમકી આપી હતી. ફોટોના ડરથી કિશોરીએ ઘટના વિશે કોઈને કંઈ કહ્યું ન હતું.
આ દરમિયાન કિશોરીના પિતાએ બળાત્કાર દરમિયાન લેવામાં આવેલો ફોટો જોયો હતો. આ ફોટો મુદ્દે આરોપીને સખ્તાઈથી પુછાતા તેને તમામ બાબતો પરથી પરદો હટાવ્યો હતો. આ પછી પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કહ્યું છે કે યુવતીએ પોતાનું નિવેદન સાઇન લેંગ્વેજમાં રેકોર્ડ કરાવ્યુ છે અને ફોટો પરથી આરોપીની ઓળખ કરી છે. યુવતીનું નિવેદન નોંધવા માટે સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી હતી. શહડોલના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ ચાર સગીર સહિત તમામ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
