For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં એક દિવસમાં કોરોનાના 41810 નવા કેસ સામે આવ્યા, કુલ મામલા 94 લાખની નજીક

દેશમાં એક દિવસમાં કોરોનાના 41810 નવા કેસ સામે આવ્યા, કુલ મામલા 94 લાખની નજીક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ દેશમાં પાછલા 24 કલાકમાં કોવિડ 19ના 31810 નવા મામલા આવ્યા બાદ કુલ મામલાની સંખ્યા 93,92,920 થઈ ગઈ છે. 496 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 1,36,696 છે. હવે કુલ સક્રિય મામલા 4,53,956 થઈ ગઈ છે. દેશમાં 42298 નવા ડિસ્ચાર્જ મામલા બાદ કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 88,02,267 છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ બારતમાં કોરોનાવાયરસના 69 ટકા નવા મામલા મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢથી છે.

corona

ક્યાં કેટલા મામલા?

મિઝોરમમાં પાછલા 24 કલાકમા કોરોના વાયરસના 16 નવા મામલા સામે આવ્યા છે. કુલ પોઝિટિવ મામલાની સંખ્યા 3822 છે, જેમાં 392 સક્રિય મામલા, 3425 ડિસ્ચાર્જ થઈ ચૂકેલા મામલા અને 5 મોત સામેલ છે. મધ્ય પ્રદેશમાં 1634 નવા કોવિડ 19 મામલા, 1317 ડિસ્ચાર્જ અને 13 મોત નોંધાયેલા છે. કુલ મામલા 2,03,231 થઈ ગયા છે, જેમાં 1,85,013 રિકવરી, 14981 સક્રિય મામલા અને 3237 મોત સામેલ છે.

CAT 2020: આજે IIM CAT પરીક્ષા લેવાશે, જાણો ગાઈડલાઈન્સ અને SOPsCAT 2020: આજે IIM CAT પરીક્ષા લેવાશે, જાણો ગાઈડલાઈન્સ અને SOPs

કર્ણાટકમાં 1522 નવા કોવિડ 19 મામલા, 2133 રિકવરી અને 12 મોત નોંધાયાં છે. હવે કુલ મામલા 8,82,608 થઈ ગયા, જેમાં 8,82,608 થઈ ગયા, જેમાં 8,46,082 રિકવરી, 11750 મોત અને 24757 સક્રિય મામલા સામેલ છે. મહારાષ્ટ્રમાં 5965 નવા કોવિડ 19 મામલા, 3937 રિકવરી અને 75 મોત નોંધાયા છે. કુલ મામલા 18,14,515 થઈ ગયા જેમાં 16,76,564 રિકવરી, 89905 સક્રિય મામલા અને 46,986 મોત સામેલ છે.

English summary
In one day, 41,810 new cases of corona were reported in the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X