For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે સંસદમાંઃ એંટી ડોપિંગ એજન્સીની રચના માટે બિલ કરવામાં આવશે રજૂ, જાણો બીજુ શું શું થશે બંને ગૃહોમાં

જાણો આજે સંસદમાં શું શું થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લખીમપુર ખીરી ઘટના પર ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ સાથે વિપક્ષોએ સંસદમાં હોબાળો ચાલુ રાખ્યો હતો. જો કે કેન્દ્રએ મામલો સબ જ્યુડિશિયલ હોવાનુ કહી કોઈ કાર્યવાહી કરી નહિ. આ દરમિયાન વિપક્ષે પણ રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની તેમની માંગણી ચાલુ રાખી હતી.

parliament

લોકસભામાં આજે

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રમતગમતમાં ડોપિંગ વિરોધી પ્રવૃત્તિઓનુ નિયમન કરવા માટે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીની રચના માટે અને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક અસરને પ્રભાવી કરવા માટે એક બિલ રજૂ કરવાની અનુમતિ માટે પ્રસ્તાવ રાખશે. રમતગમતમાં ડોપિંગ સામે સંગઠન આંતરરાષ્ટ્રીય સંમેલન અને તેના હેઠળ આવા અન્ય જોગવાઈઓના પાલ અને તેની સાથે જોડાયેલા કે તેને સંબંધિત બાબતો માટે.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વન્ય જીવ(સંરક્ષણ) અધિનિયમ, 1972માં વધુ સુધારો કરવા માટે એક બિલ રજૂ કરવાની મંજૂરી માંગી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાર્ટર્ડ અકાઉન્ટસ એક્ટ, 1949, કૉસ્ટ એન્ડ વર્કસ અકાઉન્ટ્સ એક્ટ, 1959 અને કંપની સેક્રેટરીઝ એક્ટ, 1980માં વધુ સુધારા કરવા માટે એક બિલ રજૂ કરવાની અનુમતિ માટે આગળ વધશે.

નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-2022ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અમુક બીજી રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટે એક બિલ રજૂ કરવાની અનુમતિનો પ્રસ્તાવ રજૂ કરશે.

નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે નાણાકીય વર્ષ 2021-2022ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી વધુ રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરતા બિલ પર વિચાર કરવામાં આવે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાજ્યસભા દ્વારા રાષ્ટ્રીય સરોગસી બોર્ડ, રાજ્ય સરોગસી બોર્ડની રચના માટેના સુધારાના બિલને રજૂ કરશે.

રાજ્યસભામાં આજે

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ, વાણિજ્યિક કે અન્ય વિવાદોના સમાધાન માટે મધ્યસ્થી, ખાસ કરીને સંસ્થાગત મધ્યસ્થીને પ્રોત્સાહન આપવા અને સુવિધા પ્રદાન કરવા માટે એક બિલ રજૂ કરવાની અનુમતિ માટે, મધ્યસ્થી સમજૂતીને લાગુ કરવા માટે, મધ્યસ્થોના રજીસ્ટ્રેશ માટે એક નિગમ પ્રદાન કરવા માટે, સામુદાયિક મધ્યસ્થતાને પ્રોત્સાહિત કરવા માટે અને ઑનલાઈન મધ્યસ્થીને સ્વીકાર્ય અને લાગત પ્રભાવી પ્રક્રિયા બનાવવા માટે તેની સાથે સંબંધિત કે તેને આનુષાંગિત બાબતો માટે બિ રજૂ કરશે.

ડૉ. કિરોડી લાલ મીણા સમાન નાગરિક સંહિતાની તૈયારી અને ભારતના આખા ક્ષેત્રમાં તેના અમલીકરણ માટે અને તેની સાથે જોડાયેલી અથવા તેની સાથે સંબંધિત બાબતો માટે રાષ્ટ્રીય નિરીક્ષણ અને તપાસ સમિતિની રચનાની જોગવાઈ કરવી.

પ્રો. મનોજ કુમાર ઝા તમામ નાગરિકોને મૂળભૂત અધિકાર તરીકે આરોગ્ય પ્રદાન કરવા અને સમ્માનપૂર્વક જીવન જીવવા માટે અનુકૂળ શારીરિક અને માનકિસ સ્વાસ્થ્યના ધોરણની ન્યાયપૂર્ણ પહોંચ અને જાળવણી સુનિશ્ચિત કરવા માટે એક બિલ રજૂ કરશે.

English summary
In Parliament today: Bill to constitute anti doping agency to be moved
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X