In Pics : PM નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારની 5 બાબતોને બજેટમાં મહત્વ
નવી દિલ્હી, 10 જુલાઇ : આજે કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં બહુપ્રતિક્ષિત બજેટ રજૂ કર્યું છે. આ બજેટથી સામાન્ય માણસની સાથે કોર્પોરેટ ઇન્ડિયાની ઊંચી અપેક્ષાઓ હતી.
આ વર્ષે યોજાયેલી ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન અનેક વચનોની લહાણી કરી હતી. આ વચનોમાં નરેન્દ્ર મોદીએ બાળકીઓના શિક્ષણ, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્માર્ટ સિટી અને ક્લીન સ્વચ્છ ભારતની વાત કરી હતી.
નરેન્દ્ર મોદીની સરકારના બજેટમાં ચૂંટણી વચનોનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં આ પાંચ મુદ્દા માટે બજેટમાં શું જોગવાઇ કરવામાં આવી છે તે જોઇએ...

બાળકીઓના શિક્ષણ માટેની યોજનાઓ
અરૂણ જેટલીએ ગુરુવારે બજેટમાં 'બેટી પઢાઓ, બેટી બઢાઓ' યોજનાની જાહેરાત કરી છે. કિશોરીઓના કલ્યાણ માટે તેમણે રૂપિયા 100 કરોડની ફાળવણી કરી છે.
નાણા મંત્રી અરૂણ જેટલીએ ભારતમાં બાળકીઓની સ્થિતિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે નિર્ભયા ફંડમાંથી દિલ્હીમાં મહિલાઓ માટે એક ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે.

ડિજિટલ ઇન્ડિયા
ભારતમાં ડિજિટલ અસમાનતા વચ્ચે સેતુ રચવા માટે સમગ્ર ભારત માટે ડિજિટલ ઇન્ડિયા નામની યોજના શરૂ કરવામાં આવશે. જે ભારતના ગામડાંઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને અન્ય આઇટી સુવિધાઓ ઉપલ્ધ કરાવશે. આ માટે રૂપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સ્કિલ ઇન્ડિયા
બજેટમાં રાષ્ટ્રીય સ્તરના મલ્ટી સ્કિલ પ્રોગ્રામ સ્કિલ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ યાજના હેઠળ પારંપરિક વ્યવસાયો જેવા કે લુહારીકામ, સુથારીકામ વગેરે કાર્યો સાથે સંકળાયેલા યુવાનોને તાલીમ આપવામાં આવશે.

સ્માર્ટ સિટીઝ
દેશમાં 100 સ્માર્ટ સિટી તૈયાર કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને પુરું કરવા માટે રૂપિયા 7,060 ખર્ચ કરવામાં આવશે.

સ્વચ્છ ભારત અભિયાન (ક્લિન ઇન્ડિયા મિશન)
સરકાર વર્ષ 2019 સુધીમાં દેશના દરેક ઘરમાં સેનિટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે. આ અભિયાન વર્ષ 2019માં આવનારી ગાંધીજીની 150મી જન્મ જયંતિને લઇને શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેદારનાથ, હરિદ્વાર, કાનપુર, વારાણસી, અલ્હાબાદ, પટના અને દિલ્હીમાં નદીઓના ઘાટને સુંદર બનાવવાનું કામ કરવામાં આવશે. આ માટે પ્રારંભિક તબક્કે રૂપિયા 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.