'પોલિટીકલ વોરમાં મોદી અમારા બેસ્ટ કમાન્ડો'
પણજી, 7 જૂનઃ વોર શબ્દનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે કહ્યું છેકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના રાજકીય યુદ્ધમાં શ્રેષ્ઠ કમાન્ડો છે.
'એમા જરા પણ શંકા નથી કે મોદી અમારા શ્રેષ્ઠ કમાન્ડો છે, અને આ પોલિટીકલ વોરમાં અમે અમારા શ્રેષ્ઠ હથિયાર અને કમાન્ડો્ઝનો ઉપયોગ કરીશું,' તેમ પ્રધાને ગોવા ખાતે મળી રહેલી બેઠકમાં ભાગ લેવા જતા પહેલા કહ્યું છે.

'પક્ષના કાર્યકરો અને સામાન્ય જનતા તેમના(મોદી) નામને લઇને એક્સાઇટમેન્ટ દર્શાવી રહ્યા છે. જેમ પક્ષના પ્રમુખ હંમેશા કહીં રહ્યાં છે તેમ તેઓ સૌથી વધુ લોકપ્રિય નેતા છે,' તેમ પ્રધાને જણાવ્યું છે.
એલ કે અડવાણની અનુપસ્થિતિ અંગે પૂછવામાં આવતા તેમણે સીધું જણાવ્યું નથી પણ એવા સંકેત આપ્યા છે કે, પક્ષના બે ભાગ પડી ગયા નથી. પક્ષમાં કોઇ મતભેદ નથી.












Click it and Unblock the Notifications
