પ્રિયંકા ગાંધી સેલ્ફ આઈસોલેશનમાં, પરિવારના સભ્ય અને સ્ટાફનો કોરોના પોઝિટિવ આવ્યો!

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પરિવારમાં પણ કોરોનાનો પ્રવેશ થયો છે. પ્રિયંકા ગાંધીએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાને અલગ કરી દીધા છે.

નવી દિલ્હી, 3 જાન્યુઆરી : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પરિવારમાં પણ કોરોનાનો પ્રવેશ થયો છે. પ્રિયંકા ગાંધીએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાને અલગ કરી દીધા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પરિવારના સભ્ય અને સ્ટાફના સભ્યના કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવતા પોતાને અલગ કરી દીધા છે. જો કે, પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

priyanka gandhi

પ્રિયંકા ગાંધીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે અને લખ્યું છે કે મારા પરિવારનો એક સભ્ય અને મારો એક કર્મચારી ગઈકાલે કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ ડોક્ટરની સલાહ પર હું આઈસોલેશનમાં છું. ડોકટરોની સલાહ પર થોડા દિવસો પછી ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં નવા કોરોના કેસની સંખ્યા 3194 થી વધીને 4099 થઈ ગઈ છે. બીજી તરફ એક દિવસમાં 63477 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6.46 ટકા સેમ્પલ કોરોના પોઝિટિવ મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે લઈને હાલ દુનિયામાં ગભરાટનો માહોલ છે. ભારત સહિતના મોટા દેશોમાં મોટા પાયે કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ભારતમાં હાલ બોલિવૂડની મોટી હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. ત્યારે હવે પ્રિયંકાના પરિવારમાં પણ કોરોના જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X