પંજાબમાં AAPએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, આ 18 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા!

આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

ચંદીગઢ, 24 ડિસેમ્બર : આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. યાદીમાં 18 ઉમેદવારોના નામ છે. આમ આદમી પાર્ટીએ સુલતાનપુર લોધીથી સજ્જન સિંહ ચીમા, ફિલૌરથી પ્રિન્સિપાલ પ્રેમ કુમાર, હોશિયારપુરથી પંડિત બ્રહ્મશંકર ઝિમ્પા, અજનાલાથી કુલદીપ સિંહ ધાલીવાલ, અટારીથી જસરવિંદર સિંહ, જલાલાબાદથી જગદીપ ગોલ્ડી કંબોજ, લુધીયાના સેન્ટ્રલથી અશોક 'પપ્પી'ને ઉમેદવાર બનાવ્યા છે.

arvind kejariwal

આ ઉપરાંત ખેમકરનથી સરવન સિંહ ધૂન, શ્રી આનંદપુર સાહિબથી હરજોત સિંહ બેન્સ, બાબા બક્કાલાથી દલબીર સિંહ તોંગ, સાર્દુલગઢથી ગુરપ્રીત સિંહ બનાવલી, સત્રાનાથી કુલવંત સિંહ બાઝીગર, છબ્બેવાલથી હરમિંદર સિંહ સંધુ, બાલાચૌરથી સંતોષ કટારિયાર બાઘા પુરાનાથી અમરિન્દર સિંહ સુખનંદ, ભુચો મંડીથી મસ્ટર જગસીર સિંહ, જૈતુથી અમોલક સિંહ, પટિયાલા ગ્રામીણથી ડૉ બલવીર સિંહને ટિકીટ આપવામાં આવી છે.

આ પહેલા 10 ડિસેમ્બરે AAPએ 30 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં પઠાણકોટ વિધાનસભા બેઠક પરથી વિભૂતિ શર્મા, ગુરદાસપુરથી રમણ બહેલ, દીના નગર (SC)થી શમશેર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કાદિયાન વિધાનસભા બેઠક પરથી જગરૂપ સિંહ શેખવાન, બટાલાથી શેરી કલસી, ફતેહગઢ ચૂરિયનથી બલબીર સિંહ પન્નુ, અમૃતસર ઉત્તરથી કુંવર વિજય પ્રતાપ, અમૃતસર દક્ષિણથી ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જર, પટ્ટીથી લાલજીત સિંહ ભુલ્લર, કરતારપુર (SC)થી DCP બલકાર સિંહ. શામ ચૌરાસી (SC)થી ડૉ. રાવજોત સિંહ, નવા શહેરથી લલિત મોહન 'બલ્લુ' પાઠક, ખરારથી અનમોલ ગગન માન અને લુધિયાણા પૂર્વમાંથી દલજાત સિંહ 'ભોલા' ગ્રેવાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

પાર્ટીએ આતમ નગરથી કુલવંત સિંહ સિદ્ધુ, પાયલ (SC)થી માનવવિંદર સિંહ ગ્યાસપુરા, ઝીરાથી નરેશ કટારિયા, શ્રીમુક્તસર સાહિબથી જગદીપ સિંહ 'કાકા' બ્રાર, ફરીદકોટથી ગુરદિત સિંહ શેખાન, રામપુરા ફૂલથી બલકાર સિંહ સિદ્ધુ, રાજપુરાથી નીના મિત્તલને ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત સિનૌરથી હરમીત સિંહ પઠાણમાજરા, સમાનાથી ચેતન સિંહ જોરમાજરા, લુધિયાણા ઉત્તરથી મદન લાલ બગ્ગા, ગિલ (SC)થી જીવન સિંહ સાંગોવાલ, લાંબીથી ગુરમીત સિંહ ખુડિયાન, ગણૌરથી ગુરલાલ ઘનૌર, ભદૌરથી લાભ સિંહ ઉગ્યોક, ભોઆ લાલચંદ કાત્રુચક અને જંડિયાલા (SC) થી હરભજન સિંહને ટિકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે સર્વે અનુસાર હાલ પંજાબમાં આમ આદમી પાર્ટી લીડમાં ચાલી રહી છે અને સરકાર માટે પ્રબળ દાવેદાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X