For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં આ જગ્યા પર લાગે છે ભૂતોની અદાલત, થાય છે ન્યાય

ગુનો કરનારને સજા મળવી તો સાંભળી હશે. આ નિયમ માણસો પર લાગુ થાય છે પરંતુ આજે અમે તમને એક એવી અદાલત વિશે જણાવી રહ્યા છે જ્યાં ભૂતોને તેમના અપરાધની સજા મળે છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુનો કરનારને સજા મળવી તો સાંભળી હશે. આ નિયમ માણસો પર લાગુ થાય છે પરંતુ આજે અમે તમને એક એવી અદાલત વિશે જણાવી રહ્યા છે જ્યાં ભૂતોને તેમના અપરાધની સજા મળે છે. ભૂતોની અદાલત ફરુખાબાદમાં આવેલા સુલતાન શાહ દરબારમાં લાગે છે. સુલતાન શાહ દરબારમાં એક અદાલત લાગે છે જ્યાં ભૂતોને તેમના અપરાધ માટે સજા સંભળાવવામાં આવે છે.

માથું પછાડી પછાડીને પોતાની ભૂલ માને છે

માથું પછાડી પછાડીને પોતાની ભૂલ માને છે

ફરુખાબાદમાં જિન્નાતોની મસ્જિદ નામથી ફેમસ સુલતાન શાહના દરબારમાં માનસિક રૂપથી પરેશાન લોકો આવે છે. પીડિતના પરિજનોને વિશ્વાસ હોય છે કે તેમના ઉપર ભૂત સાયો છે. જુમ્માની રાત્રે અહીં કવાલી કરવામાં આવે છે જેના સાંભળીને ભૂતથી પીડિત લોકો હરકતો કરવાનું ચાલુ કરી દે છે. ભૂતથી પીડિત માથું પટકી પટકીને પોતાની ભૂલ માને છે. ભૂલ માન્યા પછી સુલતાન શાહ તેને ભૂતપ્રેત થી મુક્ત કરાવી દે છે.

ભૂતોને મળે છે ફાંસીની સજા

ભૂતોને મળે છે ફાંસીની સજા

અહીં દર્દીનો ઉપચાર થાય છે શરૂઆતમાં તેઓ અજીબ હરકતો કરે છે. ભૂતપ્રેતના અસરને કારણે આ દર્દીઓ એવી હરકતો કરવા લાગે છે જેથી તેમને સંભાળવું મુશ્કિલ બની જાય છે. અહીં ભૂતોને તેમના અપરાધ અનુસાર સજા સંભળાવવામાં આવે છે. કેટલાક કેસોમાં ભૂતોને ફાંસીની પણ સજા આપવામાં આવે છે. દરબારમાં ફાંસીની સજા પુરી કરવા માટે લોખંડનો થાંભલો લાગ્યો છે જ્યાં આ રસમ પુરી કરવામાં આવે છે.

ભૂતપ્રેતથી પરેશાન લોકો

ભૂતપ્રેતથી પરેશાન લોકો

દરબારની દેખરેખ કરનાર રાજા ભાઈ અનુસાર ભૂતપ્રેતથી પરેશાન લોકો અહીં આવે છે. પીડિત વ્યક્તિ બાબાની અદાલતમાં જાતે આવીને સ્વીકાર કરે છે કે તેના ઉપર ક્યાં પ્રકારના ભૂતનો પ્રભાવ છે. લોકો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અહીં લોકોને બાંધીને લાવવામાં આવ્યા હતા અને હવે તેઓ ચિંતામુક્ત થઈને ગયા છે. લોકો અહીં રોકાઈને દર્દીનો ઉપચાર કરાવે છે.

350 વર્ષ જૂનો છે સુલતાન શાહનો દરબાર

350 વર્ષ જૂનો છે સુલતાન શાહનો દરબાર

ફરુખાબાદમાં જિન્નાતોની મસ્જિદ નામથી ફેમસ સુલતાન શાહ દરબાર લગભગ 350 વર્ષ જૂનો છે. અહીં દર ગુરુવારે એક અદાલત લાગે છે જ્યાં ભૂતોને તેમના અપરાધ માટે સજા આપવામાં આવે છે. મસ્જિદના પીર બાબા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મસ્જિદની ખાસ વાત છે કે તેનું નિર્માણ ફક્ત એક રાતમાં જ કરવામાં આવ્યું હતું. કોઈએ પણ આ મસ્જિદ બનતા જોઈ નથી. કોઈ અદ્રશ્ય શક્તિ ઘ્વારા તેનું નિર્માણ થયું હતું.

English summary
In the court of the ghosts get justice in farrukhabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X