For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના આ ગામમાં મુસ્લિમો માટે કબર નથી, ઘરમાં જ દફન કરે છે

2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી દરિયાન કબ્રસ્તાન અને સ્મશાનનો મુદ્દો ચર્ચાયો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણી સભાઓમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી દરિયાન કબ્રસ્તાન અને સ્મશાનનો મુદ્દો ચર્ચાયો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણી સભાઓમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. આ ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં બહુમતી મળી અને લગભગ અઢી વર્ષથી અહીં યોગી આદિત્યનાથની સરકાર ચાલી રહી છે. પરંતુ આજે પણ યુપીના કેટલાક વિસ્તારોમાં કબ્રસ્તાન એ સૌથી મોટી સમસ્યા બની રહી છે. ખાસ કરીને મુસલમાનોને મૃત્યુ બાદ 2 ગજ જમીન પણ નથી મળી રહી. તેનો સૌથી વધુ ભોગ જમીન વિનાના મુસ્લિમો બની રહ્યા છે. એટલે તેમણે પોતાના પરિજનોને ઘરમાં જ દફનાવવા પડી રહ્યા છે.

આ પણ વાંચો: ચાલતા ચાલતા સુઈ જાય છે આ ગામના લોકો, શોધવું મુશ્કેલ, આ રોગ કેવો છે

ઘરને જ બનાવી રહ્યા છે કબ્રસ્તાન

ઘરને જ બનાવી રહ્યા છે કબ્રસ્તાન

આગ્રા જિલ્લાના અચનેરા બ્લોકમાં છ પોખર ગામના કેટલાક મુસ્લિમ પરિવારોની સ્થિતિ એવી છે, કે કોઈ પણ વ્યક્તિ ધ્રુજી ઉઠે અહીં કેટલાક પરિવારોએ પોતાના ઘરમાં એક નહીં પણ 3-4 પરિવારજનોના શબ દફનાવ્યા છે. સ્થિતિ એવી છે કે કોઈ કબ્રની પાસે જ ભોજન બનાવે છે, તો કોઈ તેની ઉપર બેસીને ખાય છે. તેઓ ખુશીથી આવું નથી કરતા. તેમને પણ પોતાના પૂર્વજોની કબર પર બેસીને આ કામ કરવા નથી ગમતા. તેમને લાગે છે કે તે પોતાના પૂર્વજોનું અપમાન કરી રહ્યા છે. પરંતુ જમીન ન હોવાથી આ મુસ્લિમો પાસે કોઈ વિકલ્પ પણ નથી. કારણ કે ગામમાં શબને દફનાવવા માટે કોઈ જાહેર જગ્યા જ નથી.

કેવી રીતે શરૂ થયો ઘરને કબ્સ્તાન બનાવવાનો સિલસિલો

કેવી રીતે શરૂ થયો ઘરને કબ્સ્તાન બનાવવાનો સિલસિલો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે લોકલ એડમિનિસ્ટ્રેશને કબ્રસ્તાન માટે અહીં એક તળાવ આપ્યું હતું. ત્યારથી જગ રીબ પરિવારો પોતાના ઘરમાં જ તકોને દફનાવવા મજબૂર બન્યા છે. એક સ્થાનિક મુસલમાન સલીમ શાહે કહ્યું, 'તમે જ્યાં બેઠા છો તે મારા દાદી અમે તેમને ઘરના મુખ્ય રૂમમાં દફનાવ્યા છે.' એક ઘરમાં રિંકી બેગમે કહ્યું કે તેમણે ઘરની પાછળ 5 લોકને દફનાવ્યા છે, જેમાં તેમનો 10 મહિનાનો પુત્ર પણ સામેલ છે. તેમની તકલીફ શબ્દોમાં જણાવવી શક્ય નથી. અન્ય એક ઘરની મહિલા ગુડ્ડીના કહેવા પ્રમાણે, 'અમારા જેવા ગરીબો માટે મૃત્યુ બાદ પણ કોઈ મર્યાદા નથી. ઘરમાં ઓછી જગ્યા હોવાથી લોકો કબર પર બેસવા અને ચાલવા માટે મજબૂર છે. આ અપમાનજનક છે.' સૌથી મહત્વની વાત એ છે કે આ કબર વધુ જગ્યા ન રોકે એટલા માટે તેને પાકી નથી બનાવાઈ. કબરને અલગ અલગ કરવા માટે તેના પર જુદી જુદી સાઈઝના પથરા મૂકી દેવામાં આવે છે.

કયા મુસ્લિમ પરિવારોના ઘરમાં છે કબર?

કયા મુસ્લિમ પરિવારોના ઘરમાં છે કબર?

આ ગામના મોટા ભાગના મુસ્લિમો ગરીબ છે, તેમની પાસે પોતાની જમીન નથી. આ લોકો મોટા ભાગે દાડિયા છે. તેમનો આરોપ છે કે તેમની કબ્રસ્તાનની માગને વર્ષોથી નજરઅંદાજ કરાઈ રહી છે. આ ગરીબો પ્રત્યે સરકાર કેટલી નિષ્ક્રિય છે તેનો અંદાજ એ વાત પરથી આવી શકે કે કેટલાક વર્ષો પહેલા કબ્રસ્તાનના નામે એક જમીન અપાઈ હતી, પરંતુ આ જમીન એક તળાવની વચ્ચોવચ આવેલી છે. વારંવાર ફરિયાદ છતાંય તંત્ર દ્વારા તેમની મુશ્કેલી પર ધ્યાન નથી અપાતું. આ મુદ્દાને લઈ લોકો વિરોધ પણ કરી ચૂક્યા છે. 2017મા મંગલ ખાન નામના એક વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવાજનોએ જ્યાં સુધી કબ્રસ્તાનની જમીન ન મળે ત્યાં સુધી શબ દફનાવવાની ના પાડી દીધી હતી. બાદમાં અધિકારીોએ તેમને કોઈ રીતે સમજાવીને તળાવ પાસે દફનવિધિ કરવા મનાવી લીધા હતા. જો કે હજીય કબ્રસ્તાનની જમીનનો ઉકેલ નથી આવ્યો. એક ફેક્ટરીમાં કરતા મુનીમ ખાનનું કહેવું છે કે, 'અમે ફક્ત અમારા પૂર્વજો માટે થોડીક જમીન માગી રહ્યા છીએ. ગામ પાસે હિન્દુઓના સ્મશાન માટે જમીન છે, પરંતુ અમે તો અમારા મૃતક પરિવારજનો સાથે રહી રહ્યા છીએ.'

જિલ્લા તંત્રને ખબર નહોતી?

જિલ્લા તંત્રને ખબર નહોતી?

છહ પોખર ગામના લોકો આ મુસીબતથી એટલા ત્રાસી ગયા છે કે તેમે સનન નામના ગામ અને અચનેરામાં પોતાના પરિજનોના મૃતદેહ દફનાવવાની કોશિશ પણ કરી. પરંતુ ત્યાંના લોકોએ તેમને પોતાની કિમતી જગ્યા આપવાની ના પાડી દીધી. કારણ કે તેમને પણ જનસંખ્યા પ્રમામે કબ્રસ્તાનની જગ્યા ઓછી પડી રહી છે. ગામના પ્રધાન સુંદર કુમારનું કહેવું છે કે તેમણે સંખ્યાબંધ વખત અધિકારીઓ પાસે કબ્રસ્તાન અંગે રજૂઆત કરી છે, પરંતુ તેના પર કોઈ પગલાં નથી લેવાયા. ચોંકાવનારી વએ છે કે જિલ્લા અધિકારી રવિકુમાર એનજીનું કહેવું છે કે તેમને આ સમસ્યા અંગે જાણ જ નથી. જ્યારે જાણ થઈ તો તેમણે ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું, 'હું ગામમાં અધિકારીઓની ટીમ મોકલીશ અને કબ્રસ્તાન માટે જરૂરી જમીન અંગે ડિટેઈલ મગાવીશ.'

English summary
In this village of UP, there is no grave for Muslims, they are buried at home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X