આવકવેરા વિભાગે અટેચ કર્યું SRKનું ફાર્મહાઉસ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન કાયદાકીય કાર્યવાહીના આંટામાં આવે એમ લાગી રહ્યું છે અને તેનું કારણ છે તેમનું અલીબાગ સ્થિત ફાર્મહાઉસ. અલીબાગમાં 19,960 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું શાહરૂખ ખાનનું ફાર્મહાઉસ આવકવેરા વિભાગે અટેચ કર્યું છે. આ મામલે શાહરૂખ ખાનની કંપનીના સીઇઓને મેઇલ પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઇ જવાબ ન આપ્યો નથી.

ખેતીની જમીન પર બનાવ્યું ફાર્મહાઉસ

ખેતીની જમીન પર બનાવ્યું ફાર્મહાઉસ

શાહરૂખ ખાનનું અલીબાગનું ફાર્મહાઉસ બેનામી સંપત્તિના લેણદેણના અધિનિયમ હેઠળ અટેચ કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાને અલીબાગમાં આ જમીન ખેતી કરવા માટે ખરીદી હતી, પરંતુ એની જગ્યાએ એની પર મોટું ફાર્મહાઉસ બનાવ્યું છે. તેમની સામે પ્રમુખ આરોપ એ છે કે, તેમણે ખેતી માટે જમીન ખરીદવાની અરજી કરી હતી, પરંતુ પછી વ્યક્તિગત ઉપયોગ માટે એક ફાર્મહાઉસનું નિર્માણ કર્યું.

ડેજા વૂ ફર્મ્સ

ડેજા વૂ ફર્મ્સ

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલી ખબરો અનુસાર, આ લેણદેણ પીબીપીટી કાયદાની કલમ 2(9) અનુસાર બેનામી લેણદેણની પરિભાષા અંતર્ગત આવે છે, જ્યાં શાહરૂખના ફાયદા માટે ડેજા વૂ ફર્મ્સે બેનામિદારના રૂપમાં કામ કર્યું છે. આ પ્રકારે શાહરૂખ નિર્ધારિત કાયદા હેઠળ એક લાભાર્થી છે.

કંપનીને આપી 8 કરોડથી વધુની લોન

કંપનીને આપી 8 કરોડથી વધુની લોન

જમીન ખરીદવા માટે ડેજા વૂ ફાર્મ્સનું નિર્માણ કરવામાં આવ્યું. આ કંપનીને શાહરૂખે 8 કરોડથી વધુની અનસિક્યોર લોન પણ આપી. અલીબાગની જમીન ખેતી માટે હોવાને કારણે શરૂઆતના 3 વર્ષ તેનો ઉપોયગ ખેતી માટે થનાર હતો. આઈટીની તપાસમાં જાણવા મળ્યું છે કે, કંપનીએ કૃષિથી થયેલ કોઇ કમાણી નથી બતાવી. તપાસમાં એ પણ સંકેત મળ્યા છે કે, શાહરૂખ દ્વારા લેવામાં આવેલ તમામ લોનથી ડેજા વૂએ જમીનો ખરીદી છે.

SRKની કંપની તરફથી કોઇ જવાબ નહીં

SRKની કંપની તરફથી કોઇ જવાબ નહીં

કંપનીના ડાયરેક્ટર રમેશ છિબ્બા, સવિતા છિબ્બા અને નમિતા છિબ્બા શાહરૂખના સંબંધી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે જિલ્લાઅધિકારી વિજય સૂર્યવંશીએ દાવો કર્યો કે, અલીબાગમાં શાહરૂખનો બંગ્લો એ 87 ફાર્મહાઉસ સાથે હતો, જેની પર તેમના કાર્યાલય પાસે કાયદાકીય સલાહ માંગવામાં આવી હતી, જેથી તેઓ કોસ્ટલ રેગ્યુલેટ્રી ઝોન(CRZ)ના ઉલ્લંઘન હેઠળ કાર્યવાહી કરી શકે. આ મામલે શાહરૂખ ખાનની કંપની રેડ ચીલીઝ એન્ટરટેઇન્મેન્ટ અને કલકત્તા નાઇટ રાઇડર્સના સીઈઓ વૈંકયી મૈસૂરને 24 જાન્યુઆરીના રોજ ઇમેઇલ પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઇ જવાબ ન આવ્યો.

English summary
Income Tax Department Attaches Shah Rukh Khans Alibaug Farmhouse.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.