Income Tax Raids : NIA બાદ હવે હરકતમાં આવ્યું IT, 11 રાજ્યોમાં 64 જગ્યાએ કરી રેડ
Income Tax Raids : દેશમાં આજે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે 11 રાજ્યોમાં 64 જગ્યાએ રેડ કરી છે. આવકવેરા વિભાગ યુફ્લેક્સ લિમિટેડ પર રેડ કરી રહ્યું છે.
Income Tax Raids : સમગ્ર દેશમાં મંગળવારના રોજ આવકવેરા વિભાગની ટીમ 11 રાજ્યોમાં 64 સ્થળો પર રેડ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની ટીમ દ્વારા યુફ્લેક્સ લિમિટેડના સ્થળો પર રેડ કરવામાં આવી હતી.

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગના ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં લગભગ 64 સ્થળો પર રેડ કરવામાં આવી રહી છે.
NIAએ 8 રાજ્યોમાં કરી રેડ
આજે વહેલી સવારે એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ દેશના આઠ રાજ્યોમાં 70થી વધુ સ્થળો પર NIAના રેડ કરવાનું ચાલુ છે. ગેંગસ્ટર કેસને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIA દ્વારા જે રાજ્યોમાં કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
Income Tax department is conducting raids at Uflex Limited. 64 locations have been covered in this search. Searches are going on Uttar Pradesh, Delhi, Gujarat, Maharashtra, Madhya Pradesh, West Bengal Jammu & Kashmir, Haryana, Tamil Nadu, Uttarakhand & Himachal Pradesh: Sources pic.twitter.com/abUI5LSC4k
— ANI (@ANI) February 21, 2023












Click it and Unblock the Notifications
