For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી જમાઇ ''યાદવ સિંહ''ના લોકરના ખૂલ્યા રાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: નોઇડા વિકાસ ઓથોરિટીના ચીફ એંજીનિયર યાદવ સિંહના સેક્ટર 51 સ્થિત ઘર પર ઇન્કમ ટેક્સે રેડ પાડી. યાદવ સિંહ પર 954 કરોડના ગોટાળાનો આરોપ છે. કરોડોના આ ગોટાળામાં યાદવની સાથે ઓથોરિટીના જોઇન્ટ ડાયરેક્ટર એસકે યાદવ પણ સામેલ છે. વિભાગીય અધિકારીઓના ઘરે મળેલી ઔડી, મહિદ્રા એસયૂવી, એમ્બેસેંડર, ઇનોવા અને સ્વિફ્ટ ડિઝાઇયરનું ચેકિંગ કર્યું. પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના અંગત ગણવામાં આવતાં યાદવ સિંહને મુખ્યમંત્રી અખિલેશ યાદવે નોઇડા તથા ગ્રેટર નોઇડા ઓથોરિટીમાં ચીફ એંજીનિયરનું મહત્વપૂર્ણ પદ આપ્યું હતું. રેડ દરમિયાન યાદવ સિંહ ઔડી કાર લઇને ફરાર થઇ ગયા.

પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના અંગત ગણવામાં આવતાં યાદવ સિંહે ગત મહિને જ સપા સરકારે યાદવ સિંહને એક સાથે ત્રણ ઓથોરિટીના પ્રમુખ બનાવ્યા છે જ્યારે આ સરકારે યાદવ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. આજે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમોએ યાદવ સિંહના 25ના વધુ ઠેકાણાઓ પર રેડ પાડી છે. તેમાં યાદવ સિંહના નોઇડા, દિલ્હી તથા ગુડગાવના ઠેકાણાઓ પર યાદવ સિંહની પાસે 20થી વધુ બોગસ કંપનીઓ મળી છે.

yadav-singh.

નોઇડા ઓથોરિડીમાં 954 કરોડ રૂપિયાના ગોટાળામાં લુપ્ત રહેલા યાદવ સિંહનું સ્ટેટ્સ અને સમાજવાદી સરકારમાં તેમની પકડના લીધે પ્રમોશન આપવામાં આવ્યું. યાદવ સિંહે ગ્રેટર નોઇડા અને નોઇડા ઓથોરિટીના ચીફ એંજીનિયરની જવાબદારી સોંપવામાં આવી છે. યાદવ સિંહને આર્થિક અનિયમિત્તાઓના લીધે જૂન 2012માં સસ્પેંડ કરવામાં આવ્યા હતા. યાદવ સિંહને ગત વર્ષે નવેમ્બરમાં સસ્પેંશન રદ કરી તેમને ફરીથી નોકરીમાં લેવામાં આવ્યા હતા.

યાદવ સિંહ પર આરોપ છે કે તેણે કોંટ્રાકરોની સાથે મળીને કોઇ કામ થયા વિના ચૂકવણું કરી દિધું હતું. યાદવે નોઇડા ઓથોરિટીના 954 કરોડ રૂપિયાના ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કોંટ્રાક્ટ મનમાનીપૂર્વક પોતાની સંબંધીઓને વહેંચી દિધા હતા. કોંટ્રાક્ટ વર્ષ 2011ના ડિસેમ્બરમાં 10 મહિનામાં જ વહેંચી દેવામાં આવ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય મંત્રી કિરીટ સોમૈયાએ યાદવ સિંહની કેટલીક બનાવટી કંપનીઓનો ખુલાસો કર્યો હતો અને એ પણ આરોપ લગાવ્યો હતો કે તેમના માયાવતીના ભાઇ સાથે વ્યાવસાયિક સંબંધ છે.

English summary
Income Tax raids on premises of Yadav Singh of Noida. Yadav is charged with 954 million scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X