Independence Day: પીએમ મોદીને પતંગોથી બચાવવા સ્પેશિયલ ફોર્સ તૈનાત

દિલ્હી પોલિસ લાલ કિલ્લાની આસપાસ પતંગ ઉડાવનારાઓનું ધ્યાન રાખશે અને તેના માટે એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરશે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે અને દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓ પોતાની ચાંપતી નજર રાખશે. વળી, પતંગ ઉડાવનારાઓ પર પણ કડક નજર રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે. દિલ્હી પોલિસ લાલ કિલ્લાની આસપાસ પતંગ ઉડાવનારાઓનું ધ્યાન રાખશે અને તેના માટે એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

સવારે 11 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ

સવારે 11 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ

જો કે કોઈ પણ પ્રકારની ઉડવાવાળી વસ્તુ પર તો પ્રતિબંધ દર વર્ષે રહે છે પરંતુ પહેલી વાર આ પતંગો પર નજર રાખનારી ટીમ બનાવવામાં આવી રહી છે. દિલ્હી પોલિસે આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે લાલ કિલ્લાની આસપાસ સવારે 11 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

દિલ્હી પોલિસના 100 થી વધુ જવાન રાખશે પતંગ પર નજર

દિલ્હી પોલિસના 100 થી વધુ જવાન રાખશે પતંગ પર નજર

સૂત્રો અનુસાર દિલ્હી પોલિસના 100 થી વધુ જવાનો લાલ કિલ્લા અને તેની આસપાસ નજર રાખશે જેથી પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પતંગ દેખાઈ ન શકે. જામા મસ્જિદ, દરિયાગંજ, કાશ્મીરી ગેટ, સિવિલ લાઈન્સ અને ચાંદની ચોક વિસ્તારોમાં સુરક્ષાકર્મીઓ પર આવી જવાબદારી રહેશે.

છાવણીમાં તબદીલ લાલ કિલ્લો

છાવણીમાં તબદીલ લાલ કિલ્લો

દિલ્હી પોલિસના જવાનો ઈમારતોની છતો પર, ઘરોની બાલ્કનીમાં તૈનાત રહેશે અને તે દરેક ઉડનારી વસ્તુ પર નજર રાખશે. પોલિસ એવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે જે આ વિસ્તારોમાં નિર્દેશો છતાં પતંગ ઉડાડતા જોવા મળશે. આ જવાનોને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે કે જો કાર્યક્રમ સ્થળ પર કોઈ પતંગ આવીને પડે તો સ્થિતિને કેવી રીતે સંભાળવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X