For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: હેલિકોપ્ટરથી ફુલ વરસાવી કોરોના વોરિયર્સને સલામ કરી, આકાશમાં ગરજ્યાં લડાકૂ વિમાન

Video: હેલિકોપ્ટરથી ફુલ વરસાવી કોરોના વોરિયર્સને સલામ કરી, આકાશમાં ગરજ્યાં લડાકૂ વિમાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના 37 હજારથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. કોરોના વિરુદ્ધ આ લડાઈમાં આખો દેશ એકજૂટ થઈ લડી રહ્યો છે. આજે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના જવાન મળી કોરોના વોરિયર્સને સલામ કરી રહ્યા છે. જે અંતર્ગત ભારતીય સેનાની બેન્ડ ટુકડીએ કોવિડ 19 હોસ્પિટલમાં વિશેષ ધુન વગાડી, જ્યારે નૌસેના અને વાયુસેનાના વિમાનોએ કોરોના વોરિયર્સ પર પુલ વરસાવ્યા. આટલી વિશાળ સંખ્યામાં વિમાનોને જોઈ લોકો રોમાંચિત થઈ ગયા. તેમણે છત અને બાલકનીથી આ ઐતિહાસિક નજારો જોઈ તાડીઓ વગાડી.

પોલીસના જવાનોને પણ સલામ

સૌથી પહેલા રાજધાની દિલ્હીમાં આવેલ પોલીસ વૉર મેમોરિયલ પર સલામી આપવામા આવી. આ દરમિયાન પોલીસકર્મીઓનો આભાર પ્રકટ કરવા માટે વાયુસેનાના હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા. જે બાદ રાજપથ પર વાયુસેનાના વિમાનોએ ફ્લાઈપાસ્ટ કરી. જ્યારે બીજી તરફ સવારે જેવા જ 10 વાગ્યા ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાના હેલીકોપ્ટર કોવિડ હોસ્પિટલો ઉપર પહોંચી ગયાં. આ દરમિયાન તેમણે ફુલ વરસાવી ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને સલામ કરી. આ નજારાને જોવો આખો મેડિકલ સ્ટાફ પરિસરમાં આવી ગયો અને તાળીઓ વગાડી તેમનુ્ં અભિવાદન સ્વીકાર્યું. જ્યારે ભારતીય તેનાના સ્પેશિયલ બેન્ડે કોવિડ હોસ્પિટલમાં ખાસ ધુન વગાડી કોરોના વોરિયર્સને સલામ કરી. આ ઉપરાંત બેંગ્લોર, ચંદીગઢ, હૈદરાબાદ વગેરે શહેરોમાં પણ આવો નજારો જોવા મળ્યો.

આકાશમાં હરક્યુલિસ અને સુખોઈ જોવા મળ્યાં

હરક્યુલિસ વિમાન ભારતીય વાયુસેનાની શાન છે. રવિવારે બે હરક્યુલિસ વિમાનોએ શ્રીનગતી તિરૂવનંતપુરમ માટે ઉડાણ ભરી. આ દરમિયાન ચંદીગઢમાં જેવા જ આ વિમાન પસાર થયા તેમણે આમને જોવા માટે છત પર પહોંચી ગયા અને ભારે તાળીઓ વગાડી. જ્યારે બીજી તરફ મુંબઈમાં મરીન ડ્રાઈવ પર ભારતીય વાયુસેના માટે લડાકૂ વિમાન સુખોઈએ ફ્લાઈપાસ્ટ કરી. કાશ્મીરની સુંદર વાદીઓ પર પણ ઉડાણ ભરી ભારતીય વાયુસેનાએ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફ્લાઈફાસ્ટ

કોરોના વોરિયર્સનો હોસલો વધારવા માટે ભારતીય વાયુસેના આજે ફ્લાઈ પાસ્ટ કરી રહી છે. પહેલી ફ્લાઈ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેંદ્રમ સુધી થઈ રહી છે. જ્યારે બીજી ફ્લાઈ પાસ્ટ ડિબ્રુગઢથી કચ્છ સુધી કરવામાં આવી રહી છે. એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાઈટર જેટે આ ફ્લાઈટ પાસ્ટમાં ભાગ લીધો. દિલ્હી, મુંબઈ, જયપુર, અમદાવાદ, ગુવાહાટી, પટના અને લખનઉથી ફાઈટર પ્લેન પસાર થશે. જ્યારે શ્રીનગર, ચંદીગઢ, દિલ્હી, જયપુર, ભોપાલ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, કોયમ્બતૂર અને તિરુવનંતપુરમથી વાયુસેનાના ટ્રાન્સપોર્ટ પ્લેન પસાર થશે.

કોરોનાના બહાને પાકિસ્તાને હાફિઝ સહિત સહિત કેટલાય આતંકવાદીઓને છોડી મૂક્યાકોરોનાના બહાને પાકિસ્તાને હાફિઝ સહિત સહિત કેટલાય આતંકવાદીઓને છોડી મૂક્યા

English summary
india air force and navy flypast to salute corona warriors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X