For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારત કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે? આરોગ્ય મંત્રાલયે આપ્યો જવાબ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસ સ્ટેજ 2થી આગળ નીકળી ચૂક્યુ છે પરંતુ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યુ નથી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસ સ્ટેજ 2થી આગળ નીકળી ચૂક્યુ છે પરંતુ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યુ નથી. ભારતમાં કોરોના આ બંને સ્ટેજની વચ્ચે છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે ભારત હજુ બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચેની સ્થિતિમાં છે એટલે કે ભારતમાં હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયુ નથી. ત્રીજા ચરણમાં પહોંચવાથી રોકવા માટે જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આપણે થર્ડ સ્ટેજમાં નથી

આપણે થર્ડ સ્ટેજમાં નથી

એમ્સના નિર્દેશન ડૉક્ટર રણદીપ ગુલેરિયાના એક નિવેદન વિશે સ્પષ્ટીકરણ આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે ડૉ. ગુલેરિયાએ સંક્રમણ વધુ હોવાના સ્થળ વિશે વ્યાપક સંક્રમણની વાત કહી છે. આનો અર્થ એ નહિ કે આપણે થર્ડ સ્ટેજમાં છે તેમણે જણાવ્યુ કે બીજા સ્ટેજમાં વિદેશથી આવતા લોકો દ્વારા દેશના લોકોમાં સંક્રમણ ફેલાય છે. ત્રીજા સ્ટેજમાં પહોંચવા પર વાયરસ સંક્રમિત લોકો આસપાસ હાજર બીજા લોકોમાં ફેલાવા લાગે છે.

યુદ્ધના ધોરણે પ્રયત્ન

યુદ્ધના ધોરણે પ્રયત્ન

લવ અગ્રવાલે જણાવ્યુ કે 76 ટકા કોરોના સંક્રમણથી સંક્રમિત લોકો પુરુષ છે જ્યારે 24 ટકા મહિલાઓ આ વાયરસથી સંક્રમિત છે. બધુ રાજ્યોને દરેક સંભવ મદદ પહોંચાડવાની કોશિશ થઈ રહી છે. 1100 કરોડ રૂપિયા પહેલેથી જ નેશનલ હેલ્થ મિશન તરફથી જારી કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 3000 કરોડ આજે જારી કરવામાં આવશે. કોઈ પણ રાજ્યમાં જરૂરી સામાનની કમી ના થાય એના માટે પણ યુદ્ધના ધોરણે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 13 દિવસોમાં ભારતીય રેલવેએ 1340 ગાડીઓથી ચીની, 948 ગાડીઓથી મીઠુ, 316 ગાડી તેમજ ટેંકથી જમવામાં ઉપયોગમાં લેવાતા તેલ દેશના અલગ અલગ ભાગોમાં પહોંચાડ્યા છે.

વિશ્વભરમાં વધી રહી છે કોરોના સંક્રમિતોની સંખ્યા

વિશ્વભરમાં વધી રહી છે કોરોના સંક્રમિતોની સંખ્યા

કોરોના વાયરસના કેસોની સંખ્યા રોજ વધી રહી છે. આ સાથે ભારતમાં કુલ કેસોની સંખ્યા વધીને 4,281 થઈ ગઈ છે. મહામારીએ દેશમાં અત્યાર સુધી 111 લોકોના જીવ લઈ લીધા છે. દુનિયામાં આ વાયરસ અત્યાર સુધી 70,000થી વધુ જીવ લઈ ચૂક્યો છે. દુનિયાભરમાં લગભગ 13 લાખથી વધુ લોકો આનાથી સંક્રમિત છે.

આ પણ વાંચોઃ કોરોનાથી સંક્રમિત બ્રિટશ PM બોરિસ જૉન્સની તબિયત બગડી, ICUમાં ભરતી

English summary
india between stage 2 and 3 of coronavirus says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X