For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત- ચીન વચ્ચે ફરી થશે કોર કમાન્ડર લેવલનો વાર્તાલાપ

ભારત- ચીન વચ્ચે ફરી થશે કોર કમાન્ડર લેવલનો વાર્તાલાપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ ટકરાવના 130 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. પરંતુ તે ઉકેલાય તેવા અણસાર બિલકુલ જોવા નથી મળી રહ્યા. આ દરમ્યાન સેના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું કે જલદી જ બંને દેશ વચ્ચે વધુ એક કોર કમાંડર વાર્તાલાપ થઈ શકે છે. બુધવારે બંને દેશો વચ્ચે વધુ એક રાઉન્ડ બ્રિગેડ કમાંડર વાર્તાલાપ થયો હતો. આ વાર્તાલાપમાં જ કોર કમાંડર વાર્તાલાપ પર સહમતી બની છે. જો કે આ વાર્તાલાપ ક્યારે થશે અને તેનો એજન્ડા શું હશે તે નક્કી નથી થઈ શક્યું.

india

ઓગસ્ટમાં આખરી મીટિંગ

નવ સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યેથી બપોરે ત્રણ વાગ્યા સુધી ચુશુલમા કોર કમાંડર વાર્તાલાપ થયો હતો. જ્યાં રેજાંગ લામાં ભારત અને ચીનના જવાન આમને સામને છે ત્યારે બંને દેશ વચ્ચે સંપર્ક પણ બન્યો છે. ભાત અને ચીન વચ્ચે અત્યાર સુધી પાંચ વાર કોર કમાંડર સ્તરની મીટિંગ મળી ચૂકી છે. પહેલી મીટિંગ 6 જૂનના રોજ મળી હતી અને અત્યાર સુધી એકેય મીટિંગના કોઈ પુખ્તા પરિણામ નથી મળ્યા.

લેહ સ્થિત 14 કોરના કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહ અને પીપલ્સ લિબ્રેશન આર્મીના મેજર જનરલ લ્યૂ લિન વચ્ચેની મુલાકાત પાંચ વાર 12 કલાકથી વધુ ચાલી. છેલ્લે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં બંને દેશો વચ્ચે કોર કમાંડર વાર્તા થઈ હતી. 10 કલાકની આ મીટિંગમાં એક વાર ફરી પીએલએનું હઠીલું વલણ જોવા મળ્યું હતું. ભારત તરફથી જ્યાં પીપલ્સ લિબ્રેશન પાર્ટીને પૈંગોંગ વિસ્તાર ખાલી કરવા કહેવામાં આવ્યું તો ચીને તેનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.

સાત સપ્ટેમ્બરથી તણાવ વધ્યો

સાત સપ્ટેમ્બરે ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમ સીમા પર પહોંચી ગયો હતો. પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાંડર તરફથી ભારતીય જવાનો પર ફાયરિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઈન્ડિયન આર્મી તરફતી ચીને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે ભારતના સૈનિકોએ એલએસી પાર નથી કરી અને ફાયરિંગ પણ નથી કર્યું. સેનાનું કહેવું હતું કે ચીનના સૈનિકોએ મુખપારી પોસ્ટ પર ભારતીય જવાનોને ડરાવવાના ઉદ્દેશ્યથી ફાયરિંગ કર્યું હતું. સેના મુજબ ચીન સતત ભારતીય જવાનોને ભડકાવવાનું કામ કરી રહ્યું છે.

કોરોના કાળમાં પરીક્ષાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલે સંશોધિત ગાઈડલાઈન જાહેર કરીકોરોના કાળમાં પરીક્ષાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલે સંશોધિત ગાઈડલાઈન જાહેર કરી

સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ હાલાતમાં દેશની અખંડતાની સુરક્ષા કરશે. 29 અને 30 ઓગસ્ટે ચીની જવાનોએ પૈંગોંગ ત્સોના દક્ષિણીમાં કબ્જાની કોશિશ કરી હતી. બંને દેશો વચ્ચે હાલ ફિંગર એરિયા, ગલવાન ઘાટી, હૉટ સ્પ્રિંગ્સ અને કોંગુરુંગ નાલાને લઈ વિવાદ ચાલી રહ્યો છે.

English summary
India-China corps commander level talks to resume
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X