For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન સાથે ટકરાવ વચ્ચે લદ્દાખમાં બે નવા રસ્તાને સરકારે આપી મંજૂરી

કેન્દ્ર સરકારે ચીન બૉર્ડર પાસેના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવાના હેતુથી પૂર્વ લદ્દાખમાં દોલત બેગ ઓલ્ડી(DBO) સેક્ટરમાં નવા બે રસ્તાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે ચીન બૉર્ડર પાસેના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવાના હેતુથી પૂર્વ લદ્દાખમાં દોલત બેગ ઓલ્ડી(DBO) સેક્ટરમાં નવા બે રસ્તાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ બંને રસ્તાઓનો હેતુ સેનાની મૂવમેન્ટને સરળ કરવાનો છે. આ બંને રસ્તા ભારત-ચીન બૉર્ડર પર 73 પૂર્વનિયોજિત રસ્તાઓનો હિસ્સો છે. આ રસ્તાઓની મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે પહેલેથી જ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના કારણે ટકરાવની સ્થિતિ છે. સરકારની પ્રાથમિકતા ડીબીઓના રસ્તો સાસેર લા સુધી પહોંચવાનો વૈકલ્પિક રોડ છે.

india-china

હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ નિર્માણ

વેબસાઈટ ધ પ્રિન્ટના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર ભારત-ચીન બૉર્ડર પર બે રસ્તાઓ પર મોટરવે નેટવર્કને વિકસિત કરવા પર પણ વિચાર કરી રહી છે. આમાંથી એક રસ્તો હિમાચલ પ્રદેશમાં પૂહને લદ્દાખના ચુમાર સાથે જોડનાર હશે. આ ઉપરાંત એક રસ્તો ઉત્તરાખંડના હર્ષિલથી હિમાચલના કરચમ સુધી હશે. દોલત બેગ ઓલ્ડીમાં રસ્તાનુ નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યુ છે. અહીં એક હવાઈપટ્ટી પણ છે જેનો ઉપયોગ સેના અને વાયુસેના ઘણી વાર કરે છે.ભારત અને ચીનના ટક રાવને ચાર મહિના થઈ ચૂક્યા છે. બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન(બીઆરઓ) તરફથી આ રસ્તાના નિર્માણ કાર્યમાં ઝડપ લાવવામાં આવશે.

અત્યારે 73 રસ્તા પર ચાલી રહ્યુ છે કામ

બીઆરઓ પાસે અત્યારે ભારત-ચીન બૉર્ડર પર 73 નવા રસ્તાના નિર્માણની જવાબદારી છે પરંતુ આ બે નવા રસ્તા આ 73 રસ્તાઓના પ્રોજેક્ટનો ભાગ નથી. બીઆરઓએ ચીન બૉર્ડર પાસે સેના અને હથિયારોની મૂવમેન્ટના હેતુથી રસ્તાના નિર્માણ કાર્યમાં ઝડપ લાવી છે. સરકારના સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે બંને નવા રસ્તા લગભગ 150 કિલોમીટર લાંબા છે અને તેનુ નિર્માણ કાર્ય ઘણુ જટિલ થશે. જે જગ્યાએ આ રસ્તાનુ નિર્માણ કાર્ય થઈ રહ્યુ છે ત્યાં ભૌગોલિક સ્થિતિ ઘણી મુશ્કેલ છે. એક રસ્તાના નિર્માણમાં 2500 કરોડથી 3000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવશે.

નેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4નેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4

English summary
India-China tention: Government approves two new roads in Ladakh amid India-China tention.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X