INDIA ગઠબંધન વિરૂદ્ધ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, 26 પાર્ટી વિરૂદ્ધ દિલ્હીમાં ફરિયાદ
નરેન્દ્ર મોદી સરકારની ઉંઘ હરામ કરનારા વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા ગઠબંધનને લઈને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બેંગલુ્રુમાં 26 વિપક્ષી પક્ષો દ્વારા ચૂંટણી ગઠબંધનને INDIA. નામ આપવાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને દિલ્હીના બારાખંબા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદીનો આરોપ છે કે, આ 26 પક્ષોએ રાજકીય લાભ માટે INDIA ના નામનો દુરુપયોગ કર્યો છે. જણાવી દઈએ કે, મંગળવારે બેંગલુરુમાં બીજેપી વિરુદ્ધ 26 વિપક્ષી પાર્ટીઓએ તેમના રાજકીય ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવાની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
