For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Covid Update : ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર, જાણો શું છે દેશમાં કોરોનાની પરિસ્થિતિ?

India Covid Update : કોરોના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વમાં ઘણા પરિવર્તન આવ્યા છે. જોકે, એપ્રીલ 2020 હવે કોરોના મહામારી અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

India Covid Update : કોરોના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વમાં ઘણા પરિવર્તન આવ્યા છે. જોકે, એપ્રીલ 2020 હવે કોરોના મહામારી અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા 29 નવેમ્બર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના માત્ર 215 કેસ નોંધાયા છે.

આ સાથે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે. હાલ દેશમાં કુલ 4982 સક્રિય કેસ છે. કોરોના મહામારીને કારણે અત્યાર સુધી 5,30,615 લોકોના મોત થયા છે.

રિકવરી રેટ 98.80 ટકા થયો

રિકવરી રેટ 98.80 ટકા થયો

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસ હવે કુલ સંક્રમણના માત્ર 0.01 ટકા છે, જ્યારે રિકવરી રેટ વધીને 98.80 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસોમાં 141 નો ઘટાડો નોંધાયો છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,41,36,471 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે.

કોરોના રસીના કારણે મૃત્યુ માટે અમે જવાબદાર નથી : ભારત સરકાર

કોરોના રસીના કારણે મૃત્યુ માટે અમે જવાબદાર નથી : ભારત સરકાર

કેન્દ્ર સરકારે કોરોના રસીકરણને કારણે થયેલા કથિત મૃત્યુ અંગે કોઈ જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, તેને મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ રસીની કોઈપણ પ્રતિકૂળ અસર માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

ચીનમાં કેસ વધતાં એલર્ટ થઈ ગયું ભારત

ચીનમાં કેસ વધતાં એલર્ટ થઈ ગયું ભારત

પાડોશી દેશ ચીનમાં દરરોજ 40,000 કેસ નોંધાતા હોવાથી ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતા મહિને ક્રિસમસ અને નવા વર્ષ પર આંદામાન-નિકાબોર ટાપુ અથવા લદ્દાખના લેહના પોર્ટ બ્લેયરની મુસાફરી કરનારાઓએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.

English summary
India Covid Update : know what is the situation of Corona in the India ?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X